તીન તલાક ઉપર સુપ્રિમ કોર્ટે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વકીલ કપિલ સિબ્બલને સલાહ આપી છે કે મુસ્લિમ મહિલાઓને નિકાહનામા સમયે જ ત્રણ તલાક માટે ઇનકાર કરવાનો વિકલ્પ આપી શકાય છે? તેમે આ પ્રસ્તાવ કેમ પાસ નથી કરતા કે નિકાહના સમયે જ કાઝી મહીલાને આ વિકલ્પ આપે કે તે નિકાહનામામાં તીન તલાકને ના કહી શકે છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તરફથી કપિલ સિબ્બલે કહ્યું- આ સારો પ્રસ્તાવ છે.
આ પહેલા મંગળવારે AIMPLB બોર્ડ તરફથી કપિલ સિબ્બલે કહ્યું- તીન તલાક ૧૪૦૦ વર્ષ જૂની પ્રથા છે અને આ સ્વીકાર કરવામાં આવી છે. આ બાબત આસ્થા સાથે જોડાયેલી છે, જે ૧૪૦૦ વર્ષથી ચાલે છે તો આ ગેર-ઇસ્લામિક કેવી રીતે છે. જેમ કે માની લોં મારી આસ્થા રામમાં છે અને મારું એવું માનવું છે કે રામ અયોધ્યામાં પેદા થયા. જો રામને મુદ્દે આસ્થા ઉપર સવાલ ના ઉઠાવી શકાય તો તીન તલાક ઉપર કેમ? આ આખી બાબત આસ્થા સાથે જોડાયેલી છે. પર્સનલ લૉ કુરાન અને હદીસથી આવ્યો છે. શું કોર્ટ કુરાનમાં લખેલા લાખો શબ્દોની વ્યાખ્યા કરશે? બંધારણીય નૈતિકતા અને સમાનતાનો સિદ્ધાંત તીન તલાક ઉપર લાગુ ના થઇ શકે કેમકે આ આસ્થાનો વિષય છે.
સુનાવણી દરમ્યાન કપિલ સિબ્બલે હિંદુઓ સાથે તુલના કરી. બંધારણ તમામ ધર્મોના ઓલ પર્સનલ લૉને ઓળખ આપે છે. હિંદુઓમાં દહેજ વિરુદ્ધ દહેજ ઉન્મૂલન એકત લઈને આવ્યા, પરંતુ પ્રથા તરીકે દહેજ લઇ શકાય છે. આ રીતે હિંદુઓમાં આ પ્રથાને સંરક્ષણ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મુસ્લિમના મામલામાં આને ગેર-બંધારણીય કેમ કહેવાય છે? કોર્ટે આ બાબતમાં દખલ ના કરવી જોઈએ નહી તો સવાલ ઉઠશે કે આ મામલાને કેમ સાંભળવામાં આવી રહ્યો છે? કેમ ધ્યાનમાં લેવાયો. શરિયત પર્સનલ લૉ છે, આની તુલના મૌલિક અધિકારોના આધાર ઉપર ના કરી શકાય. આપણે દરેક ધર્મની સંસ્કૃતિને સંરક્ષણ આપવું જોઈએ. જો તે ખરાબ પણ હોય તો લોકોને એના વિષે શિક્ષિત કરવા જોઈએ. તેમને એહસાસ કરાવવો જોઈએ કે તેઓ ખોટા છે અને કાયદો બનાવવો જોઈએ. દરેક મુસ્લિમ બહુસંખ્યક દેશમાં હિંદુઓને સંરક્ષણ મળવું જોઈએ અને તે જ રીતે હિંદુ બહુ સંખ્યક દેશમાં મુસ્લિમોને સંરક્ષણ મળે.
જસ્ટીસ કુરિયને કપિલ સિબ્બલને ઘણી વાર પૂછ્યું- પવિત્ર કુરાનમાં પહેલેથી જ તલાકની પ્રક્રિયા જણાવાઈ છે તો પછી તીન તલાકની શું જરૂર?
જયારે કુરાનમાં તીન તલાકનો કોઈ ઉલ્લેખ નથી તો આ ક્યાંથી આવ્યું? આ મુદ્દે કપિલ સિબ્બલે કહ્યું- કુરાનમાં તીન તલાકનો ઉલ્લેખ નથી, પરંતુ કહેવાયું છે કે અલ્લાહના સંદેશવાહકની વાત માનો. અલ્લાહના મેસેન્જર અને તેમના સાથીઓ સાથે તીન તલાકની પ્રથા શરુ થઇ. આ આસ્થાનો મામલો છે, કોર્ટ આની વ્યાખ્યા નથી કરી શકતું. જસ્ટીસ કુરિયને કહ્યું-કમસે કમ આપણને એ તો ખબર પડે જ છે કે ત્રણ તલાક આસ્થાનો હિસ્સો છે કે નહીં?
સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે પૂછ્યું-આ બાબતે સમુદાય કઈ કેમ નથી કરી રહ્યો. આ વિષે કપિલ સિબ્બલે કહ્યું-અમે એ નથી કહી રહ્યા કે તીન તલાક સાચા છે. આ તલાકની સૌથી અનિચ્છનીય રીત છે. આપણે સૌને સમજાવી રહ્યા છીએ કે આનો ઉપયોગ ના કરો. અમે એમ પણ કહી રહ્યા છીએ કે ત્રણ તલાક કાયમી નથી, પરંતુ આપણે એમ નથી ઈચ્છતા એક કોઈ અન્ય અમને જણાવે કે તીન તલાક ખરાબ છે. સમુદાયના લોકો જ આનાથી બહાર આવશે.