આતંકવાદના કારણે કાશ્મીર ખીણમાં લોકો ફિલ્મ જોવાનું ભૂલી ગયા હતા પણ હવે લગભગ ત્રણ દાયકા પછી, લોકોનું મોટા પડદા પર ફિલ્મો જોવાનું સપનું આજે મંગળવારે ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સ સિનેમાના ઉદ્ઘાટન સાથે સાકાર થવા જઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા કરશે.
મલ્ટિપ્લેક્સમાં આમિર ખાન અભિનીત લાલ સિંહ ચઢ્ઢાની ફિલ્મ રજૂ થશે. નિયમિત શો 30 સપ્ટેમ્બરથી રિતિક રોશન અને સૈફ અલી ખાન અભિનીત વિક્રમ વેધાના સ્ક્રીનિંગ સાથે શરૂ થશે.
કાશ્મીરના પ્રથમ મલ્ટિપ્લેક્સમાં કુલ 520 બેઠકોની ક્ષમતા સાથે ત્રણ સિનેમા હોલમાં સ્થાનિક લોકો ફિલ્મ માણી શકશે.
સ્થાનિક ભોજનને પ્રોત્સાહન આપવાના હેતુથી પરિસરમાં ફૂડ કોર્ટ પણ હશે.