દમણની લોકલ ન્યૂઝ ચેનલની ઓફિસમાં કામ કરતા 32 વર્ષીય પશ્ચિમ બંગાળ ના મૂળ વતની યુવકે ફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે.
વિગતો મુજબ નાની દમણ સ્થિત સિટી સેન્ટર બિલ્ડિંગના પાંચમા માળે રહેતો 32 વર્ષીય પ્રશનજીત કિશન શાહિસ હાલમાં દમણમાં ઉમેશ પટેલ ની દિયાશ્રી બિલ્ડિંગમાં આવેલી જેટ ન્યૂઝની ઓફિસમાં કામ કરતો હતો, તમામ સ્ટાફ રાત્રીએ ઘરે નીકળી ગયા બાદ પ્રશનજીત ઓફિસમાં જ રોકાઇ ગયો હતો. રવિવારે સવારે જ્યારે ઓફિસ ખોલવામાં આવી ત્યારે પ્રશનજીત ઓફિસના સિલિંગ ફેન સાથે બ્લેન્કેટથી ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકીય નેતા ઉમેશ પટેલની ઓફિસમાં ન્યૂઝ 1ચેનલમાં મૃતક કામ કરતો હતો. ઉમેશ પટેલની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જન્માવી છે. હાલ તો પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇને યુવકે ક્યા કારણોસર આ પગલું ભર્યુ હતું તેની તપાસ હાથ ધરી છે. જે અંગે દમણ પોલીસે લાશનો કબજો મેળવી આપઘાત પાછળનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.