છેલ્લા ઘણાજ સમય થી ભારે વિવાદ માં રહેનાર અને 26 મી જાન્યુઆરીએ ગણતંત્ર દીને રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ઐતિહાસિક લાલ કિલ્લા પર તિરંગા ની સામે જ એક ધાર્મિક ધ્વજ ફરકાવવાની ઘટનાના મુખ્ય આરોપી એવા દીપ સિદ્ધૂની આજે પોલીસે ધરપકડ કરી છે. દીપ સિદ્ધુ પર પોલીસે 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
તે સોસિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરી રહ્યો હતો અને પોલીસ ને સતત ચેલેન્જ કરતો હતો જે આખરે ઝડપાઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલેને મહત્વની સફળતા મળી છે. જેમાં 26 જાન્યુઆરીએ દિલ્હીની હિંસાના આરોપી દિપ સિદ્ધની ધરપકડ કરી છે. લાલ કિલ્લામાં થયેલી હિંસા વખતે વીડિયો પણ બનાવ્યો હોવાનો આરોપ છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલેને મહત્વની સફળતા મળી છે. જેમાં 26 જાન્યુઆરીએ દિલ્હીની હિંસાના આરોપી દિપ સિદ્ધની ધરપકડ કરી છે. લાલ કિલ્લામાં થયેલી હિંસા વખતે વીડિયો પણ બનાવ્યો હોવાનો આરોપ છે.