વિશ્વના સૌથી ઝડપી વિમાનને ઓવરટયુર નામ અપાયું છે અને હાલમાં કોલોરાડામાં તેનું કામકાજ ચાલી રહ્યું છે. રોલ્સ રોયસ ઓવરટયુરની પ્રપલ્સન સિસ્ટમ તૈયાર કરશે. હાલમાં લંડનથી ન્યૂયોર્ક જવામાં લગભગ સાત કલાકનો સમય લાગે છે પરંતુ ૫૧૮૦ માઈલ્સની ઝડપે ઉડનાર ઓવરટયુર તેના અડધા સમયમાં એટલે કે સાડા ત્રણ કલાકની અંદર ન્યૂયોર્ક પહોંચાડી દેશે.
વર્જન ગ્રૂપ અને જાપાની એરલાઈન્સે તો ૩૦ જેટનો ઓર્ડર પણ આપી દીધો છે. ત્રણ એન્જિન ધરાવતા આ વિમાન સોનિક બૂમ હશે એટલે કે કોન્કોર્ડ વિમાન કરતાં ત્રણ ગણો ઓછો અવાજ ધરાવશે. અવાજની ગતિ કરતાં ઓછી ગતિએ દોડતા સબસોનિક વિમાનો જેટલો તેનો અવાજ હશે. ૨૦૦૦ જેટલા સુપરસોનિક પ્રવાસી વિમાનોનો કાફલો દુનિયાના તમામ મોટા શહેરોને એકબીજા સાથે જોડી દેશે અને ૭ ઓક્ટોબરે તેને લોન્ચ કરવાનો કંપનીનો પ્લાન છે.