મુંબઇઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ગોરેગાંવમાં એક સ્ટુડિયોમાં ભयंકર આગ લાગી. માહિતી પ્રમાણે, હાલમાં ઘટનાસ્થળ પર આઠ ફાયરબ્રીગેડની ગાડીઓ હાજર છે. અત્યાર સુધી જે સૂચના મળી રહી છે તે પ્રમાણે કોઈ જાનહાની થવાના સમાચાર નથી.
આ આગ મંગળવારની સાંજે લગભગ 4:30 વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાની કોશિશમાં લાગી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સ્ટૂડિયો ઘણા દિવસોથી બંધ હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી 8 થી 10 ફાયર બ્રિગેટની ગાડીઓની મદદથી આગ બૂઝાવવાનું કામ અત્યારે પણ ચાલુ છે. સ્ટૂડિયોમાં રાખવામાં આવેલ શૂટિંગનો સામાન, ખુરશીઓ અને બાકી સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલ તો આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.