લોકપ્રિય ગોપીનાથ એરપોર્ટ કે પછી બીજુ પટનાયક એરપોર્ટ ક્યાં આવ્યા છે ખબર છે? ઘણાં ભારતીય લોકોને ખબર નથી કે આ એરપોર્ટ્સ ક્યાં આવ્યાં છે! આ જ કારણથી ભારત સરકાર દેશનાં ઘણાં એરપોર્ટ્સનાં નામ બદલવાની વિચારણા કરી રહી છે.
ભારતનાં ઘણાં એરપોર્ટ્સનાં નામ રાજકીય નેતાઓ અને મહાનુભાવો પરથી રખાયા છે, પરંતુ દેશનાં લોકોને અને વિદેશી પ્રવાસીઓને પણ આ નામથી સ્થળ ઓળખવામાં તકલીફ પડે છે. તેથી સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે, જેથી પ્રવાસીઓને સાનુકૂળતા રહે. જોકે આ નવા નામ રાખતી વખતે જૂનાં નામમાં બહુ ફેરફાર નહીં કરાય.