નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો(એનસીઆરબી) એ વર્ષ 2015-17ના આંકડા જાહેર કરી દીધા છે. આ રિપોર્ટમાં આવેલ આંકડાઓ પ્રમાણે 2015-17ની વચ્ચે સમગ્ર દેશમાં 11,592 સાઇબર ક્રાઇમ થયા છે. જેમાં વર્ષ 2015માં દેશમાં 11,331, 2016માં 12,187 અને 2017માં 21,593 સાઇબર ક્રાઇમના ગુના નોંધાયા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ આંકડાઓને રાજ્ય પ્રમાણે જાહેર કર્યા છે. જેમાં 2015માં સૌથી વધારે સાઇબર ક્રાઇમ ઉત્તર પ્રદેશમાં થયા છે. તેની સંખ્યા 2,208 છે. હવે વાત મોબાઇલ ચોરી અને લેપટોપ ચોરીની કરી તો એટલું સમજી લો કે દેશભરમાં 117.9 કરોડ રૂપિયાના મોબાઇલ ચોરી થયા છે.
એનસીઆરબીની રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017માં મોબાઇલ ચોરીની 1,04,626 ઘટનાઓ નોંધાઇ છે. ચોરી થયેલા ફોનની કિંમત 117.9 કરોડ રૂપિયા છે. તેમાંથી 16,252 ફોન જપ્ત કરવામાં આવ્યા છે. જેની કિંમત 22 કરોડ રૂપિયા છે.
વર્ષ 2017માં 1,28,491 ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ ચોરીની ઘટનાની બની છે. જેની કિંમત 185.8 કરોડ રૂપિયા છે. ચોરી થયેલા ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી 21,923 મળી આવ્યા છે. જેની કિંમત 39.5 કરોડ રૂપિયા છે.