દેશમાં કોરોના જેવાજ લક્ષણો ધરાવતો નવો વાયરસ જોવા મળતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.
ICMRના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો એક સબ-ટાઈપ એચ3એન2 (H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી જોવા મળ્યો છે. દેશના ઘણા ભાગોમાં લોકોમાં સમાન સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે છે,માથાનો દુખાવો, ઉધરસ, તાવ જેવા લક્ષણો દર્દીઓમાં જોવા મળે છે
આ દર્દીઓ ઇન્ફલ્યુએન્ઝા એ વાઇરસના H3N2 સ્ટ્રેઇનથી સંક્રમિત ફ્લૂના દર્દીને 2-3 દિવસ સુધી સખત તાવ આવે છે.
દર્દીમાં સતત બે અઠવાડિયા સુધી ખાંસી આવવા ઉપરાંત શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા થવી વગરે ફ્લૂના લક્ષણો છે.
આવા સંજોગોમાં ડોક્ટરને બતાવી સારવાર લેવી જોઈએ.