ભારતમાં કોરોા મહામારીનો કેસ ચાલુ રહ્યો છે. દેશમાં ગુરુવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં 3.62 લાખથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 4126 લોકોના મોત થયા છે. જો કે કાલની મોતની સરખામણીમાં આજે મોતના આંકડા થોડા ઓછા છે. પણ નવા કેસમાં વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં 24કલાકમાં 362,406 નવા કેસ મળ્યા છે. 4,126 લોકોના મોત થયા છે. 3704099થી વધારે એક્ટિવ કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં 19382642 લોકો સાજા થયા છે. ભારતમાં થઈ રહેલી મોતે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડ્યું છે.
અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે મોત છે
બુધવારે દેશમાં સૌથી વધારે 4205 લોકોના મોત થયા હતા. જે અત્યાર સુધીમા સૌથી વધારે છે. તો એક દિવસમાં સૌથી વધારે ટેસ્ટ 19,83,804 થયા. ગુરુવાકે કુલ મોતનો આંકડો એક નવા રેકોર્ડે પહોંચ્યો છે. આ આંકડા લગભગ 2 લાખ 58 હજાર થઈ ગયા છે. અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે મોત છે. જોકે ડેલી મોતમાં ભારતે આ દેશોને પાછળ છોડ્યુ છે.
દુનિયામાં થઈ રહેલી દર ત્રીજી મોત ભારતમાં
ભારતમાં આ સમયે દર રોજ સૌથી વધારે દર્દી મળી રહ્યા છે અને સૌથી વધારે મોત થઈ રહ્યા છે. જે સમગ્ર દુનિયામાં સૌથી વધારે છે. રોયટર્સના કોરોના ટ્રેકરના મુજબ સમગ્ર દુનિયામાં થઈ રહેલી દર ત્રીજી મોત ભારતમાં થઈ રહી છે. ભારતમાં દર રોજ સરેરાશ 3800 મોત થઈ રહ્યા છે. જ્યારે પુરી દુનિયામાં દર રોજ લગભગ 12 હજાર મોત થઈ રહ્યા છે.