ધનતેરસ પર ખરીદી કરવાને ખુબજ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ વખતે 25 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસ પર ગૃહિણીઓ હંમેશા તે જ વસ્તુઓ ખરીદી છે જે ઘરમાં પહેલેથી હોતી નથી. બેશક શુભ અવસરે ખરીદી કરવી જોઈએ. પણ સાવધાન કેટલીક એવી વસ્તુઓ છે જેની ખરીદી કરવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજે આપણે એ જ જોઈશું કે કઈ વસ્તુઓની ખરીદી કરવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.
બેશક શુભ અવસરે ખરીદી કરવી જોઈએ. પણ સાવધાન કેટલીક એવી વસ્તુઓ છે જેની ખરીદી કરવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજે આપણે એ જ જોઈશું કે કઈ વસ્તુઓની ખરીદી કરવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.
નકારાત્મક થાય છે આની અસર
જ્યોતિષ અનુસાર ધનતેરસના દિવસે ભૂલથી પણ લોખંડની કોઈ વસ્તુઓ ખરીદવી ન જોઈએ. આ દિવસે લોખંડ ખરીદવાને અશુભ માનવામાં આવે છે. આનાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડે છે.
આનો સંબંધ રાહુ સાથે છે
ધનતેરસના દિવસે કાંચ કે કાંચની બનેલી વસ્તુઓ ખરીદવી ન જોઈએ. કાંચનો સીધો સંબંધ રાહુ સાથે છે રાહુ નીચ ગ્રહ માનવામાં આવે છે. આથી ધનતેરસના દિવસે ગ્રહ-નક્ષત્રોને સરખા રાખવા માટે કાંચ સાથે જોડાયેલી વસ્તુઓને ખરીદવી ન જોઈએ.
આ ધાતુના વાસણ છે અશુભ
ધનતેરસના દિવસે એલ્યુમિનિયમના વાસણની ખરીદી કરવાને અશુભ માનવામાં આવે છે. આથી જ એલ્યુમિનિયમના વાસણનો પૂજામાં ઉપયોગ થતો નથી. એલ્યુમિનિયમના વાસણમાં ખાવાથી તબિયતને નુકસાન થાય છે.
આ રંગની વસ્તુઓ ન લાવશો
ધનતેરસના દિવસે કોઈ પણ કાળી વસ્તુઓ ન ખરીદશો. કાળો રંગ દુર્ભાગ્યની નિશાની છે. આથી શુભ દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવી જોઈએ નહી.
ખાલી વાસણ ઘરમાં ન લાવશો
ધનતેરસના દિવસે જો વાસણની ખરીદી કરો તો તેને ક્યારેય ખાલી ન રાખશો તેમાં અનાજ કે પાણી ભરીને લાવવું.
આ વસ્તુઓને ન ખરીદશો
ધનતેરસના દિવસે તેલ, રિફાઈન્ડ, ઘી તેમજ તૈલીય વસ્તુઓ ન ખરીદો. ધનતેરસે તેલના દિપ પ્રગટાવવાના હોય છે આથી આવી ખરીદી પહેલા જ કરી લો.