અમદાવાદમાં આવેલ ” ધ જેડ બૅંન્કવેટ ‘ માં આજે પ્રીમિયમ અને લક્સુરિસ કારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં જાણીતી લકજ્યુરિસ કાર અને પ્રીમિયમ બાઇકનું શોકેસ કરવામાં આવ્યું હતું કાર લવર્સ અને બાઇક લવર્સ ઓટો પ્રોડકના નવા અપગ્રેડડ મોડેલથી માહિતગાર થાય તે હેતુથી આ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ ઇવેન્ટમાં જાણીતી પ્રીમિયમ અને લક્ઝુરિયસ બ્રાન્ડ , લેન્ડ રોવર,જીપ , વોલ્વો, ઓડી, સ્કોડા, લેક્સસ, જેગુઆર , મોરિસ ગેરેજીસ, ફરારી, જેવી લક્ઝુરિસ કાર પ્રદશન માટે મૂકવામાં આવી હતી. આ સિવાય બાઈક લવર્સ માટે પણ જાણીતી બ્રાન્ડ કાવાસાકી,ટ્રાયમ્ફ મોટરસાયકલ્સ લિ., નાઈન બ્રિજીસ હાર્લી-ડેવિડસન જેવી સ્પોર્ટ બાઇકનું પ્રદશન કરવામાં આવ્યું હતું.
આવા બધા ઇવેન્ટ દ્વારા ઓટો કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરે છે અને સાથે સાથે જ તેમને અપગ્રેડડ મોડેલની માહિતી પણ આપે છે ત્યારે પ્રીમિયમ કારના શોખીન માટે અને બાઈક લવર્સ માટે આ એક અદભુત લાહવો ગણી શકાય. ઇવેન્ટમાં આવેલ દરેક લોકોને કારને નજીકથી જોવાનો મોકો મળે છે અને તેના વિશે માહિતી પણ મળે છે ડેમો માટે મુકવામાં આવેલ મોડેલથી તેઓ તેઓ કાર રાઈડ પણ કરી શકે છે અને કાર વિશે સંપૂર્ણ માહિતી પણ મળે છે આ સિવાય બાઈક લવર્સ માટે પણ પ્રીમિયમ બાઈકને નજીકથી જોવાનો અને તેની રાઇડનો મોકો પણ મળ્યો છે . ઓટો કંપની આવા દ્વારા ગ્રાહકોને પોતાની બ્રાન્ડ વિશે માહિતગાર કરાવે છે
