નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (7 ઓગસ્ટ) દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે પોતાના મંતવ્યો આપશે. શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત કોન્કલેવમાં ઉચ્ચ શિક્ષણ પર મંથન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં પ્રારંભિક ભાષણ આપશે.
કાર્યક્રમનું નામ Conclave on Transformational Reforms in Higher Education under National Education Policy છે, જે દરમિયાન શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ પણ ઉપસ્થિત રહેશે. તેમજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરતી સમિતિના તમામ સભ્યો પણ કાર્યક્રમમાં હાજર રહેશે.
At 11 AM on Friday, 7th August, I would be addressing the ‘Conclave on Transformational Reforms in Higher Education under National Education Policy.’
This conclave will emphasise on how the changes in India’s education sector will benefit youngsters. https://t.co/JkYXosI7WF
— Narendra Modi (@narendramodi) August 6, 2020