ગ્રાહકોના અધિકારોને નવી ઉંચાઇએ લઇ જનારા ઉપભોકત સંરક્ષણ કાનુન 2019ની જોગવાઇઓ આજથી લાગુ થઇ ગઇ છે. નવા કાનુન હેઠળ ગ્રાહક કોઇ પણ ગ્રાહક અદાલતમાં કેસ નોંધાવી શકશે. ભ્રામક વિજ્ઞાપનો પર દંડ અને જેલ જેવી જોગવાઇઓ પણ તેમાં છે. પહેલીવાર ઓનલાઇન વેપારને પણ તેના દાયરામાં લાવવામાં આવેલ છે.
જે ફેરફાર થયા છે તે અંતર્ગત હલ્કી ગુણવત્તાવાળો માલ વેચનારા, ગુમરાહ કરતી જાહેરાત આપતા લોકોને જેલની હવા ખાવી પડશે. હલકી કે નકલી માલ વેચનારાને 6 માસની જેલ થઇ શકે છે કે 1 લાખનો દંડ પણ થશે.
નવા કાનુનમાં ભ્રમિત કરતી જાહેરાતો અને તેને કરનાર સેલિબ્રિટી પર પણ શિકંજો આવશે. ભ્રમિત કરતી જાહેરાતોને કલમ 2(28)માં રખાયેલ છે જે હેઠળ કોઇ વસ્તુ કે સેવા અંગે ખોટી રીત બતાવવાની વ્યાખ્યા નક્કી થઇ છે.
ખોટી માહિતી કે ગેરન્ટી અંગે પણ ખોટી માહિતી આપી નહિ શકાય. ભ્રમિત કરતી જાહેરાતો પર કલમ 21 હેઠળ 10 લાખ સુધીના દંડની જોગવાઇ છે. ગંભીર કેસમાં કલમ 89 હેઠળ આ દંડ 50 લાખ થઇ શકે છે અને 5 વર્ષની જેલ થઇ શકે છે.
સરકારે પ્રચાર કરતા લોકોની જવાબદારી કલમ 2(18)માં નક્કી કરી છે. ગ્રાહકની ફરિયાદ આવશે તો સેલીબ્રિટી પર તે માટે 10 લાખનો દંડ ફટકારાશે.
મોદી સરકાર લોકોના હિતમાં દિવસે દિવસે વિવિધ કાયદા અને નિયમો લાવી રહી છે. ત્યારે ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે હવે સરકારે પોતાની કમર કસી લીધી છે. વારંવાર ગ્રાહકો સાથે અલગ અલગ રીતે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. ત્યારે તેના પર નિેયંત્રણ લાવવા માટે કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાગૂ કરવાની છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019નો કાયદો આજથી લાગૂ કરી રહી છે. નવો કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986નું નવું રૂપ હશે.
આજથી નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૨૦૧૯ લાગૂ કરવામાં આવી રહ્યો છે. આ નવા કાયદાને લાગૂ કરતા ઘણા નવા નિયમ લાગૂ થઇ ગયા છે. જે નિયમો જૂના કાયદામાં સામેલ ન હતા.
ઉલ્લેખનીય છે કે ગ્રાહક સુરક્ષા કાનૂન 2019 ઘણા સમય પહેલાં તૈયાર થઇ ચૂકયો છે. જોકે આ કાનૂનને થોડા મહિના પહેલાં લાગૂ કરવાનો હતો, પરંતુ કોરોના વાયરસની મહામારીના પગલે ટાળી દેવામાં આવ્યો હતો. આગામી સપ્તાહથી આ નવા કાયદાને લાગૂ કરી દેવામાં આવશે.
નવા કાયદામાં આપવામાં આવેલી વિશેષતાઓ
- નવા કાયદામાં ગ્રાહકોને ભ્રામક જાહેરાત કરવામાં આવતાં કાર્યવાહી કરવામાં આવશે.
- ગ્રાહકો દેશના કોઇપણ કંઝયૂમર કોર્ટમાં કેસ દાખલ કરી શકશે.
- નવા કાયદામાં ઓનલાઈન અને ટેલિશોપીંગ કંપનીઓને પહેલીવાર સામેલ કરવામાં આવશે.
- ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ હશે તો કંપનીઓ પર દંડ અને જેલની જોગવાઇ.
- કંઝયૂમર મીડિએશન સેલની રચના. બંને પક્ષ પરસ્પર સહમતિથી મીડિએશન સેલ જઇ શકશે.
- પીઆઈએલ અથવા જનહિત અરજી હવે કંઝયૂમર ફોરમમાં ફાઇલ કરી શકાશે. જે જુના કાયદામાં સામેલ ન હતું.
- કંઝયૂમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીના કેસ દાખલ થઇ શકશે.
- State Consumer Dispute Redressal Commissionમાં એક કરોડથી દસ કરોડ રૂપિયા સુધી કેસોની સુનાવણી થશે.
- national Consumer Dispute Redressal Commissionમાં દસ કરોડથી ઉપરના કેસોની સુનાવણી થશે.