નાગાલેન્ડ તા.3 : થોડા સમય માં ઉત્તરપ્રદેશ અને પંજાબ માં ચૂંટણી યોજાનારી છે તેમાં વોટ બેન્ક ને લુભાવા માટે સરકાર દ્વારા લોભામણી જાહેરાત પ્રજા ને કરવામાં આવી રહી છે.ત્યારે નાગાલેન્ડ માં મહિલાઓ ને 33 ટકા આરક્ષણ આપવાની વાત ને લઇ સ્થિતિ ઘણી વણસી ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર નાગાલેન્ડ ના લોકો એ મુખ્યમંત્રી ટી.આર ઝેલિયાંગ પાસે રાજીનામાં ની માંગણી કરી હતી અને તેમને વાત અને સ્પષ્ટ ભાવ સાથે ફગાવી નાખતા નાગાલેન્ડ ના લોકો એ છેવટે વિરોધ નો સહારો લેવો પડ્યો છે.
થઇ રહેલા પ્રદર્શન ને રોકવા અને શહેર માં શાંતિ જાળવવા માં માટે ટી.આર ઝેલિયાંગ એ લોકો ને નમ્ર અપીલ કરી છે સાથે તેમને નિવેદન આપતા જણાવ્યું છે કે ” લોકો દવારા ગેરવાજબી અને ગેરબંધારણીય માંગણી કરવામાં આવી રહી છે અને કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પછી સમગ્ર કેબિનેટ પાસે રાજીનામુ મંગાવું એ તદ્દન અસ્વીકાર્ય વાત છે જયારે મહિલા ના આરક્ષણ ના સમયે અમારી પાસે સમગ્ર કેબિનેટ ની મંજૂરી હતી.” અંદોલનકર્તા દ્વારા ભારે પ્રમાણ માં સરકારી માલ ને નુકસાન પોહ્ચડ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે.સાથે જ અનેક સરકારી કચેરી અને કેટલાક વાહનો ને પણ ભારે નુકસાન પોહ્ચાડવા માં આવ્યું છે.
ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજુજી સ્થિતિ ને ચૂંટણી પેહલા થાળે પાડવા માટે પ્રદર્શન કર્તા ને મળવાના છે.પરંતુ સત્તવાર રીતે અત્યાર કોઈ પણ પ્રકાર ની જાહેરાત કરવામાં આવી નથી કે ક્યારે અને કેટલા વાગ્યે મળવાના છે.પરંતુ સત્તવાર રીતે અત્યાર કોઈ પણ પ્રકાર ની જાહેરાત કરવામાં આવી નથી કે ક્યારે અને કેટલા વાગ્યે મળવાના છે.ગુરવાર ના દિવસે નાગાલેન્ડ ના દીમાપુર ખાતે બે વિરોધીયો ને મોત બે ઘાટ ઉતારવામાં આવ્યા હતા.જેના પછી વિરોધીયો અને સરકાર વચ્ચે સ્થિતિ ને લઇ કોઈ પ્રકાર ની માંડવાલી થઇ નોહતી જેના બાદ થી નાગાલેન્ડ માં લોકો બે કાબુ બન્યા હતા.