નામિબિયાથી ખાસ પ્લેનમાં આઠ ચિત્તા ભારતમાં પહોંચી ચૂક્યા છે. જે ચિત્તાનું પેઇટિંગ ધરાવતું ખાસ પ્લેન ગ્લેવિયર એરપોર્ટ પર લેન્ડ થયું હતુ. હવે અહીંથી હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવારવાના થઈ ગયા છે.
અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ત્રણ બોક્સ ખોલશે અને ચિત્તાઓને ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં છોડશે.
આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. મોદી કુનોમાં અડધો કલાક રોકાશે. આ દરમિયાન તે ચિત્તા મિત્ર ટીમના સભ્યો સાથે વાત કરશે. શાળાના બાળકોને પણ પાર્કમાં બોલાવવામાં આવ્યા છે. વડાપ્રધાન પોતાનો જન્મદિવસ આ બાળકો સાથે ઉજવશે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સવારે 9.30 વાગ્યે કુનો નેશનલ પાર્ક પહોંચશે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર શુક્રવારે મોડી સાંજે કુનો પહોંચી ગયા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગ્વાલિયર એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે.
દરમિયાન દક્ષિણ આફ્રિકાની પ્રિટોરિયા યુનિવર્સિટીમાં પ્રો. એડ્રિયન ટ્રોડિફે આપેલી માહિતિ મુજબ ભારતમાં આવેલા 8 ચિત્તાઓ પૈકી બે સગા ભાઈઓ પણ છે. તેમની ઉંમર અઢીથી સાડા પાંચ વર્ષ વચ્ચેની છે. ચિત્તાઓને સુરક્ષિત રીતે લાવવા માટે નામીબીયાથી વેટરનરી ડોકટર અન્ના બસ્ટો પ્લેનમાં સાથે આવ્યા છે.
મોટા માંસાહારી વન્યજીવનની દુનિયામાં પ્રથમ શિફ્ટિંગ
મોટા માંસાહારી વન્યજીવોને શિફ્ટિંગ કરવાનો આ વિશ્વનો પ્રથમ પ્રોજેક્ટ છે.
મહત્વનું છે કે આ ચિત્તાઓને લાવવા માટે, 20 જુલાઈ 2022 ના રોજ ભારત સરકાર અને નામિબિયા વચ્ચે એક કરાર થયો હતો.