વ્યૂહાત્મક ટનલ અને પુલોથી લઈને 22 ગ્રીન એક્સપ્રેસવેના નિર્માણ સુધી, ભારત આગામી બે વર્ષમાં યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની લાઇનમાં આવશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, નવા રાજમાર્ગો બનાવતી વખતે ઓપ્ટિકલ ફાઇબર, ટ્રાન્સમિશન લાઇન અને ગેસ પાઇપલાઇન્સ મૂકવામાં આવે છે. વીજ મંત્રાલય ટ્રાન્સમિશન લાઇન માટેની યોજનાઓ બનાવશે. માહિતી ટેકનોલોજી મંત્રાલય ઓપ્ટિકલ ફાઇબર માટે તેની મંજૂરી આપશે. જે મોટા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે તેના પર ગેસ પાઈપલાઈન નાખવામાં આવી શકે છે. સૂચિત 22 ગ્રીન એક્સપ્રેસ વે સાથેની આવી તૈયારી છે. તેમાંથી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે સહિત 1 લાખ કરોડના સાત માર્ગો પર કામ શરૂ થઈ ગયું છે. ‘મને વિશ્વાસ છે કે આગામી બે વર્ષમાં તમે બદલાયેલ ભારત જોશો. આપણે આપણા દેશમાં યુ.એસ., યુ.કે., ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં રસ્તાઓ, ટનલ અને પુલોના ક્ષેત્રમાં સમાન કાર્ય જોશું. ટીકાકારો કહે છે કે, શહેર તરફ જતાં ઔદ્યોગક નગરોને જોડતા માર્ગોથી શ્રીમંતોને ફાયદો વધું થશે. પણ અટલ બિહારી બાજપેઈએ ગ્રામ્ય અને કૃષિ માર્ગો માટે જે યોજના બનાવી હતી એવી ગ્રામ્ય લક્ષી યોજના નથી.
ગડકરીએ કહ્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાં ઘણી વ્યૂહાત્મક ટનલ અને પુલો બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 3.10 લાખ કરોડના ખર્ચે 22 ગ્રીન એક્સપ્રેસવે બનાવવામાં આવી રહ્યા છે. તેમાંથી 7,500 કિલોમીટર એક્સપ્રેસવે એક કે બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. મધ્યપ્રદેશમાં 8,250 કરોડના ખર્ચે ચંબલ એક્સપ્રેસ વે બનાવવાની વાટાઘાટ અંતિમ તબક્કે પહોંચી રહી છે. આ તેની જાતનો પહેલો પ્રોજેક્ટ છે, જેમાં રાજ્ય સરકાર સાથે જોડાણ કરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં રૂ. 2,379 કરોડની વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઝેડ-ફોલ્ડ ટનલ પ્રોજેક્ટ લાંબા સમયથી અટકેલી હતી. હવે તેને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં બાંધકામ શરૂ થવાની ધારણા છે. તેમણે ઝોજીલા ટનલનો પણ ઉલ્લેખ કર્યો. 1,320 કિલોમીટર લાંબી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આનાથી દિલ્હી-મુંબઇની મુસાફરી 24 કલાકથી ઘટાડીને 13 કલાક થશે.