( Aziz Vhora )
નવી દિલ્લી તા.7 : નોટબંધી પછી સમગ્ર દેશ માં અફરાતફરી માહોલ છે ત્યારે હજુ પણ કેટલીક જગ્યા પર સ્થિતિ માં કોઈ સુધાર આવતો હોય તેમ લાગતું નથી ત્યારે આજે ફરી વખત મોદી ની નોટબંધી પર અમેરિકાના અર્થશાસ્ત્રી સ્ટીવ હોંક નિવેદન આપતા જણાવ્યું હતું કે નોટબંધી થી ભારત કઈ દિશા માં જઈ રહ્યું છે તે ખુદ મોદી પણ નથી ખબર અમેરિકાના અર્થશાસ્ત્રી સ્ટીવ હોંક એ નોટબંધી ની આકરા શબ્દો માં આલોચના કરી હતી.તેમને જણાવ્યું હતું કે નોટબંધી હાર માનનાર લોકો માટે છે.અને ખુદ પીએમ પણ નથી ખબર દેશ ના અર્થતંત્ર નું આગળ શું થશે.મેરીલેન્ડ યુનિવર્સિટી ના પ્રોફેરસર એ આ વાત ને એક ટ્વીટ કરી ને જણાવી હતી.તેમને ટ્વીટ માં જણાવ્યું હતું કે “નોટબંધી હારવા વાળાઓ માટે છે અને નોટબંધીને શરૂઆત થી જ ખોટા તરીકે થી લાગુ કરવામાં આવી હતી અને હવે દેશ કઈ દિશા માં આગળ જઈ રહ્યો છે તે ખુદ દેશ ના પીએમ ને પણ નથી ખબર “
તેમને અન્ય ટ્વીટ માં જણાવ્યું હતું કે ” નોટબંધી એ ભારત ના અર્થતંત્ર માટે ઘણી હાનિકારક છે અને આ વાત ની જાણ મોદી ને પેહલા થી હોવી જોઈતી હતી.” 8 નવેંબર ના દિવસે પ્રધાનમંત્રી એ રાષ્ટ્ર ને સંબોધ્યું હતું અને તેમને 500 અને 1000 ની ચલણી નોટ ઓ ને તત્કાલીન રૂપે બંધ કરી હતી અને તેના પાછળ નું કારણ જણાવતા કહ્યું હતું કે આ નિર્ણય કાળાનાણાં,આતંકવાદ અને ભ્રસ્ટાચાર ને રોકવા માટે કરવામાં આવ્યો છે.
નોટબંધી ના નિર્ણય પર મોદી ને આના પેહલા પણ વિદેશ ના કેટલાક અર્થશાસ્ત્રી દ્વારા આલોચના નો સામનો કરવો પડ્યો છે.ચાઈના ની એક મેગઝિન માં જણાવાયું હતું કે મોદી દ્વારા 500 અને 1000 નોટ બંધ કરવાનો નિર્ણય ” નોટબંધી એવો વાયદો છે કે બેઘર લોકો ને એક મહિના માં મંગળ પર ઘર મળશે.”
વધુ માં તે અખબાર માં જણાવામાં આવ્યું હતું કે “નોટબંધી ના કારણે ભારત ની અર્થવ્યવસ્થા આજે એક દસક પાછળ જતી રહી છે અને જેના કારણે દેશ માં નોકરી નું સ્તર પણ નીચે જઈ રહ્યું છે સાથે જ દેશ માં લોકો ને કષ્ટ પણ સહન કરવો પડી રહ્યો છે,બેન્ક ની લાઈન માં ઘણા લોકો એ પોતાનો જોવ ઘુમવાળો પડ્યો છે “
જયારે દેશ ના જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ પીએમ મનમોહન સિંઘે 9 નવેંબરે જણાવ્યું હતું કે નોટબંધી ના કારણે દેશ ને આવનાર કપરા સમય માટે તૈયાર રેહવું પડશે તેમને એક અંગ્રેજી પેપર માં એક કોલમ આપી સરકાર ને નોટબંધી પર ઘેરી હતી.તેમને જણાવ્યું હતું કે નોટબંધી નો નિર્ણય મોદી સરકાર દ્વારા જલ્દી માં લેવાઈ ગયેલ ફેંસલો છે અને જેના કારણે દેશ ના લોકો ને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડશે.