પાકિસ્તાનની ખુબસુરત જાસૂસ યુવતીની મોહજાળમાં ફસાયેલા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એક વૈજ્ઞાનિક તેને દેશના ખતરનાક બ્રહ્મોસ મિસાઈલ પ્રોજેક્ટનો ગુપ્ત રિપોર્ટ આપવા તૈયાર થઈ ગયો હતો.
મહારાષ્ટ્ર ATSની તપાસમાં આ મામલો સામે આવ્યો છે.
વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરે આ પાકિસ્તાનની યુવતી સાથે વોટ્સએપ ચેટ કરી હતી. જેમા તેણે કહ્યું હતું કે, તે બ્રહ્મોસ મિસાઈલની ખૂબ જ ગુપ્ત માહિતી તેને જણાવશે.
આ પાકિસ્તાની મહિલા જાસૂસની ઓળખ ઝરા દાસગુપ્તા તરીકે થઈ છે.
મહિલા જાસૂસે કુરુલકરનો વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું કે, તે યુકેમાં સોફ્ટવેર એન્જિનિયર છે. મહિલાએ તેને અનેક અશ્લીલ મેસેજ મોકલીને, વોઈસ અને વીડિયો કોલ કરીને પોતાની મોહજાળમાં ફસાવ્યો હતો.
કુરુલકરે તેની સાથે 10 જૂન, 2022થી 24 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઘણી વાતચીત કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
— આ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે
શંકાસ્પદ હની ટ્રેપ કેસમાં ડીઆરડીઓના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એન્જિનિયર્સ) અથવા (ડીઆરડીઓ આરએન્ડડી-ઈ) લેબોરેટરીના વડા કુરુલકર, 3 મેના રોજ એટીએસ દ્વારા જાસૂસ મહિલા સાથે સંબંધ રાખવા માટે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગેની (ઓફિશિયલ સિક્રેટ એક્ટ-ઓએસએ) ની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને પાકિસ્તાની મહિલા જાસૂસને આ કેસમાં વોન્ટેડ બતાવવામાં આવી છે.