પાકિસ્તાનને કોઈ શંકા નથી કે તેને જમ્મુ-કાશ્મીરના નાગરિકોની સહાનુભૂતિ ધરાવે છે. સરહદી વિસ્તારોમાં કાશ્મીરીઓ અને લશ્કર પર ગોળીબાર કરે છે તે કેવી સહાનુભૂતિ છે. 2020ના વર્ષના પ્રથમ 7 મહિનામાં પાકિસ્તાની સૈનિકોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) થી નિયંત્રણ રેખા (એલઓસી) સુધી 2952 વખત ભારત પર વાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. છતાં દેશ ભક્ત પક્ષના નેતા નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ બે હાથ જોડીને બેસી ગયા છે. આ ઘટનાઓ જોતા તેઓ ભારતની સીમાઓની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે.
મતલબ કે પાકિસ્તાન દરરોજ સરેરાશ 13-14 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ આગમાં ભારતના 8 સુરક્ષા જવાનોનો ભોગ લેવામાં આવ્યો છે, જ્યારે 15 નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. 100 થી વધુ ઘાયલ થયા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ રમણ શર્માએ આરટીઆઈ દ્વારા એકત્રિત કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘનના ડેટા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને માહિતી આપી હતી.
ગૃહ મંત્રાલયમાં નિયામક સુલેખાએ આપેલી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આઈબી અને એલઓસી પર સરેરાશ નવ યુદ્ધવિરામ ભંગ થયા છે. આ વર્ષના પ્રથમ સાત મહિનામાં સરેરાશ 13 થી 14 વખત પાકિસ્તાની સૈન્યએ ગોળીબાર કર્યો છે.
માહિતા આપતાં જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે વર્ષ 2010 ની સરખામણીએ વર્ષ 2019 માં સીઝફાયરના ભંગમાં લગભગ 50 ગણો વધારો થયો છે. વર્ષ 2010 માં, પાકિસ્તાની સૈન્યે માત્ર 70 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય સૈન્ય અને નાગરિક મથકો પર નિશાન સાધ્યું હતું. બે નાગરિકોનાં મોત અને પાંચ સુરક્ષા જવાનોનો ભોગ લેવામાં આવ્યો હતો. 2019 માં, પાકિસ્તાની સૈનિકોએ ભારતીય પાયા પર 3479 વખત ગોળીબાર કર્યો હતો, જેમાં 18 નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને 19 સુરક્ષા કર્મીઓ શહીદ થયા હતા.
મોદી સરકારે આપવી પડેલી આ વિગતોથી એક વાત સ્પષ્ટ થઈ છે કે કોંગ્રેસની સરકાર વખતે પાકિસ્તાનની શાન ઠેકાણે હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગની સરકાર ખરી દેશ ભક્ત હતી એ આ આંકડાઓ પરથી કહાવામાં આવી રહ્યું છે. 56 ઈંચની છાતી મોદીની ક્યારેય હતી નહીં અને છે પણ નહીં. તેઓ ગુજરાતમાં હતા ત્યારે પણ ક્યારેય બહાદૂરી ભર્યા કામ કર્યા નથી. કાયદા અને સત્તાનો તેની પ્રજા પર દુરઉપયોગ કર્યો હતો. મુંબઈ હુમલામાં જે બોટ કુબેર વપરાઈ હતી તે ગુજરાતની હતી. ગુજરાથી દેશમાં દારૂગોળો અને નશાલી પદાર્થો સરહદ પરથી આવતાં હોવા છતાં ત્યારે તેઓ કંઈ કરી શક્યા ન હતા. હવે વડાપ્રધાન થયા પછી પણ કંઈ કરી શકતા નથી.