નવી દિલ્હી તા.3 : બજેટ સત્ર રજુ થવા ના થોડા સમય પેહલા પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઈ.એહમદ નું દુઃખદ નિધન થયું હતું જેના પછી રાજનીતિક માહોલ એ ગરમાવો પડકડયો છે.જેનો વિવાદ પછી દિલ્લી થી લઇ હવે કેરળ સુધી પહોંચી ચુકી છે.કેરળ ના મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ દ્વારા સરકાર પાસે જવાબ મંગાવામાં આવ્યો છે કે ઈ.એહમદ ના નિધન ના સમાચાર ની જાહેરાત મોડી કેમ કરવામાં આવી.
ઈ.એહમદ ના પરિવાર નો અને કેટલાક વિપક્ષ ના લોકો એ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે સરકાર ને બજેટ રજુ કરવામાં કોઈ પણ પ્રકાર ની તકલીફ ના નડે એટલા માટે તેમને ઈ.એહમદ ના નિધન ની ખબર ને થોડા કલાકો સુધી દબાવી રાખી હતી. ઈ.એહમદ ને હાર્ટ એટેક આવતા ની સાથે દિલ્લી ની રામ મનોહર લોહિયા હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા હતા.પરંતુ હવે તેમના નિધને રાજનીતિક સ્વરૂપ ધારણ કરી લીધું છે કેરળ ના સાંસદો ને માંગણી છે કે ઈ.એહમદ નિધન પર ઉચ્ચ કક્ષા ની તપાસ હાથ ધરાય.
આ વિષય હવે સંસદ માં પણ ચર્ચા નો મુદ્દો બની ગઈ છે એન.કે પ્રેમચંદ્રન એ જણાવ્યું હતું કે ” અમે લોકો ઈ.એહમદ ને લઇ ને હોસ્પિટલ તરફ રવાના થયા હતા મોટાભાગ ના એમપી એ તેમની નજર થી જોયું હતું કે જે રીતે તે સંસદ માં ઢડી પડ્યા હતા તે જ સમયે તેમનું મોત થઇ ગયું હતું જયારે ડોકટરે એ જણાવ્યું હતું કે તેમની પૂરતી કાળજી લેવામાં આવી હતી પરંતુ અમે જોયું છે કે ઈ.એહમદ ની આંખો બંધ થઇ ગઈ હતી”
જયારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સીતારામ એ જણાવ્યું હતું કે ” હું કોઈ દાવપેચ વાળી વાત નથી કરતો પરંતુ ઈ.એહમદ નું નિધન એ ઘણું દુઃખદ હતું અને હું ચાહું ચુ કે તેના પર તપાસ થવી અનિવાર્ય છે.”
બજેટ રજુ થવાના દિવસે પરલમેન્ટ દ્વારા તેમના અપ્રાસંગિક નિધન ને પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું પરંતુ વિપક્ષ ના હંગામા ની વચ્ચે પણ બજેટ ને રજુ કરવામાં આવતા અન્ય રાજકીય પાર્ટી માં ભારે રોષ ની લાગણી પ્રસરી ગઈ હતી.જેના પછી તે એહમદ નું નિધન રાજકીય માહોલ માં બદલાઈ ગયું.
જાન્યુઆરી 31 ના દિવસે ઈ.એહમદ જયારે રાષ્ટ્રપતિ ને સાંભળતા હતા તે જ સમયે સંસદ માં ઢડી પડ્યા હતા જે બાદ તેમને નજીક ની રામ મનોહર લોહિયા હોસ્પિટલ માં ખસેડાયા હતા,જયા ડોકટર દવારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.તેમના પુત્ર એ જણાવ્યું હતું કે હોસ્પિટલ માં મારા પિતા ને જોવા બાઉન્સર દવારા મને રોકવામાં આવ્યો હતો અને મારી સાથે દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો.તેમજ હું મારા પિતા ને જ જોવા માં અસમર્થ હતો.