એર ઈન્ડિયાની ફ્લાઈટના ટેક-ઓફના થોડા સમય બાદ જ એક મુસાફરના મોબાઈલની બેટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જે બાદ ઉદયપુર એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
રાજસ્થાનના ઉદયપુર એરપોર્ટ પરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરના મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે હોબાળો મચી ગયો હતો. ફ્લાઇટ ઉદયપુરથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને તરત જ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોબાઈલમાં બ્લાસ્ટની આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ 470માં બની હતી. ટેક ઓફ થયાના થોડા સમય બાદ એક મુસાફરના મોબાઈલની બેટરી અચાનક ફાટી ગઈ હતી. વિસ્ફોટથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, ત્યારબાદ ફ્લાઈટનું ઉદયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ ઘટનાને પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફ્લાઇટમાંથી 3 થી 4 મુસાફરો બહાર નીકળી ગયા અને ફ્લાઇટમાં બેસવાની પણ ના પાડી દીધી. પરંતુ બાદમાં લગભગ દોઢ કલાક સુધી ચેકિંગ બાદ ફ્લાઈટને ફરીથી દિલ્હી રવાના કરવામાં આવી હતી.