દર વખતે ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ પ્રકારની ટોપી અથવા પાઘડીમાં અવશ્ય જોવા મળે છે ત્યારે આ વખતે તેઓ ગણતંત્ર દિવસ 2023 પરેડ સમારોહમાં ખૂબ જ આકર્ષક પાઘડીમાં જોવા મળ્યા.
માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ વસંત પંચમીને ધ્યાનમાં રાખીને આ પાઘડી પહેરી હતી.
અત્યાર સુધી પીએમ મોદી અનેક પ્રસંગોએ બંધેજ વર્કની પાઘડીમાં જોવા મળ્યા છે, આજે તેમની પાઘડી પણ બંધેજ વર્કની છે.
આ વખતે પીએમ મોદી પીળો અને કેસરી રંગની પાઘડી માં જોવા મળ્યા છે.
પાછળના વર્ષોની વાત કરવામાં આવેતો મોદીજી વડાપ્રધાન બન્યા બાદ 2015ની પ્રથમ પરેડમાં તેઓ રાજસ્થાની બાંધણી પાઘડીમાં જોવા મળ્યા હતા.
ત્યારબાદ 2016ના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન પીળી પાઘડીમાં જોવા મળ્યા અને 2017 પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન પીએમ મોદી સફેદ બોર્ડર સાથે ગુલાબી પાઘડીમાં જોવા મળ્યા હતા.
જ્યારે 2018ના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન વડાપ્રધાને લાલ અને પીળી પાઘડી પહેરી હતી.
2019 માં, PM એ સોનેરી પટ્ટીઓ સાથે લાલ પાઘડી પહેરી હતી.
વર્ષ 2021માં PMએ જામનગરના રાજવી પરિવાર દ્વારા ભેટમાં આપેલી લાલ પાઘડી પહેરી હતી.
વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની બ્રહ્મકમલ ટોપી (પહાડી ટોપી) પહેરી હતી અને આ વર્ષે 2023માં પીએમ મોદી પીળો અને કેસરી રંગની પાઘડી માં જોવા મળ્યા હતા.