ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત ટૂંક સમયમાં સમુદ્ર પરીક્ષણો બાદ હિંદ મહાસાગર અને બંગાળની ખાડી વચ્ચે તરતું કરવામાં આવશે. હાર્બર ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. બેસિન ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત 2023 સુધીમાં નૌકાદળમાં આવી જશે. બેસિન ટ્રાયલમાં ફીટ થયેલા તમામ ઉપકરણોની તપાસ કરવામાં આવે છે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે જહાજ સમુદ્ર પર ઉતરાણ કરવા સક્ષમ છે કે નહીં.
ભારતીય નૌકાદળને કહેવામાં આવ્યું છે કે તે તેને પૂર્વ સમુદ્રતટ પર વિશાખાપટ્ટનમના દરિયામાં તરતું કરવા માંગે છે. રશિયાથી ખરીદેલ વિમાનવાહક આઈ.એન.એસ. વિક્રમાદિત્ય પશ્ચિમ કાંઠે કારવર ખાતે આવેલું છે. ભારત ત્રણ યુદ્ધ વાહક જહાજ માટે દરિયાની સુરક્ષા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે. યુદ્ધ વમાન, હેલિકોપ્ટર અને સબમરીનનો કાફલો છે.
આઈએનએસ વિક્રાંતની ખાસીયત
આઈએનએસ વિક્રાંતની લંબાઈ 262 મીટર છે. તેનું બાંધકામ ફેબ્રુઆરી 2009 માં કોચિન શિપયાર્ડમાં શરૂ થયું હતું. આ વિમાનવાહક જહાજમાં 26 વિમાન અને 10 હેલિકોપ્ટર લગાવી શકાય છે હાલમાં, તેના પર મલ્ટિરોલ ફાઇટર એરક્રાફ્ટ મિગ -29 ગોઠવવામાં આવશે. દેશી અદ્યતન લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ પણ આ પર તૈનાત કરી શકાય છે. આ માટે યુ.એસ. તરફથી આવતા રોમિયો હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવશે. આ હેલિકોપ્ટર પાણીની અંદર સબમરીનને નિશાન બનાવવામાં સક્ષમ છે.