કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનાં દીકરી પ્રિયંકા ગાંધી ડેન્ગ્યુની બીમારીમાં સપડાયા હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. તેઓને સારવાર અર્થે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રિયંકા ગાંધીની બીમારી અંગે કોંગ્રેસ પક્ષમાં જાણ થતા ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો, જોકે સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડી એસ રાણાએ મિડીયાને જણાવ્યું હતુ કે પ્રિયંકા ગાંધીને ડેન્ગ્યુ થયો છે અને તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો થઇ રહ્યો છે.