બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે લાલુ યાદવ અને એક્ટર મનોજ બાજપેયીની મીટિંગની તસવીરો પણ શેર કરી છે. એક ટ્વિટમાં તેમણે બાજપેયીને બિહારની માટીના લાલ કહ્યા.
બોલિવૂડના જાણીતા અભિનેતા મનોજ બાજપેયીએ શનિવારે બિહારની રાજધાની પટનામાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ આ મુલાકાતની તસવીરો શેર કરી હતી અને ત્યારબાદ તેજસ્વીએ ટ્વીટમાં લખ્યું કે બિહારની માટીના લાલ, હિન્દી સિનેમાના જાણીતા અને ગંભીર અભિનેતા પદ્મશ્રી મનોજ બાજપેયી અમને અમારા ઘરે મળવા આવ્યા અને મારા પિતા લાલુ યાદવ ના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.
એક તસવીરમાં, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા આરજેડી વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને હાથ જોડીને અભિવાદન કરતા જોઈ શકાય છે. અન્ય તસવીરોમાં બાજપેયી પિતા-પુત્રની જોડી સાથે ચેટ કરતા જોઈ શકાય છે.