પશ્ચિમ બંગાળમાં આ વર્ષે પંચાયતની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ અગાઉ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરે તેવી સંભાવના છે.
મમતા બેનર્જીની સરકારના નાણાં રાજ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરશે.
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે પંચાયતની ચૂંટણી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. રાજનીતિની સાથે સાથે આર્થિક સ્થિતિમાં સુધારો કરવો એ બંગાળ સરકારનું લક્ષ્ય હશે. રાજ્ય સરકાર આજે એટલે કે બુધવારે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવા જઈ રહી છે.
નાણા રાજ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય બુધવારે બપોરે 2 વાગ્યાથી વિધાનસભામાં બજેટ રજૂ કરશે. આ બજેટમાં સામાજિક યોજનાઓની જાહેરાતની સાથે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની ટીકા અને આવક માટે નવા વિકલ્પો શોધવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.