નવી દિલ્હી તા.1 : ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા આજે સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ ચોથી વાર બજેટ રજુ કર્યું, જેમાં એમણે આ વખતે મધ્યમ વર્ગને ટેક્સમાં મોટી રાહત કરી આપી છે. 5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ ઘટાડીને 5 ટકા કરાયો છે. જેનાથી મધ્યમ વર્ગને સીધો ફાયદો મળશે.
અરુણજેટલી એ આજ ના બજેટ સત્ર માં રાજનીતિક પાર્ટી ને લઇ એક મોટી જાહેરાત કરી છે જેમાં રાજનૈતિક પાર્ટી કેસ માં માત્ર 2000 રૂપિયા સુધી નું ફંડ સ્વીકારી શકશે.
નાણામંત્રી અરુણજેટલી દ્વારા શું થઇ જાહેરાત.
ઇન્શ્યોરન્સ એજન્ટ પર 5 ટકા ટીડીએસ હટાવાયોઃ જેટલી
50 લાખથી 1 કરોડ સુધીની ટેક્સેબલ આવક પર 10 ટકા સરચાર્જ લાગશેઃ જેટલી
3 લાખની આવક ધરાવતી વ્યક્તિ પર કોઈ ટેક્સ નહીં, પહેલા આ મર્યાદા 2.5 લાખ હતી.
વ્યક્તિગત આવક પર 2.5થી 5 લાખની આવક પર 5 ટકા ટેક્સઃ જેટલી
ઇલેક્ટોરલ બોન્ડ માટે આરબીઆઈ એક્ટમાં થશે સંશોધનઃ જેટલી
એલએનજી પર બેસિક કસ્ટમ ડ્યૂટી 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવીઃ જેટલી
2 હજારથી વધુનું રોકડ દાન કોઈપણ પક્ષને આપી નહીં શકાયઃ જેટલી
3 લાખથી વધારે રોકડમાં ટ્રાન્ઝેક્શન નહીં થાયઃ જેટલી
ધાર્મિક દાન પર ટેક્સની છૂટ ઘટી, 10થી ઘટાડીને 2 હજાર કરવામાં આવીઃ જેટલી
મેટ માટે કેરી ફોર્વર્ડ ગાળો 10 વર્ષથી વધારીને 15 વર્ષ કરવામાં આવ્યોઃ જેટલી
50 કરોડ ટર્નઓવર સુધી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા કરવામાં આવશેઃ જેટલી
કેપિટલ ટેક્સ ગેન માટે હોલ્ડિંગ પીરિયડ ઘટાડીને 2 વર્ષ કરવામાં આવ્યોઃ જેટલી
બિલ્ટ એપ એરિયાને કાર્પેટ એરિયા ગણવામાં આવશેઃ જેટલી
કાર્પેટ એરિયા વધારે હશે, સસ્તા ઘરની સ્કીમ જારી થશેઃ જેટલી
નોટબંધીને કારણે લોકોએ પોતાની આવક બતાવવી પડીઃ જેટલી
સરકાર દ્વારા કરવામાં આવેલ ગંભીર પ્રયત્નો કારણે એડવાન્સ ટેક્સમાં 34.8 ટકાનો ઉછાળો જોવા મળ્યોઃ જેટલી
8 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન 1.09 કરડો ખાતામાં સરેરાશ 5 લાખથી વધારે રકમ જમા થઈઃ જેટલી
વર્ષ 2016-17માં 5397 લાખ કંપનીઓએ પોતાની આવકની વિગતો જાહેર કરી છેઃ જેટલી
આખા દેશમાં 50 લાખથી વધારે આવક દર્શાવનાર લોકોની સંખ્યા માત્ર 1.72 લાખ છેઃ જેટલી
2015-16માં 3.7 કરોડ વ્યક્તિઓમાંથી 99 લાખ લોકોએ 2.5 લાકની છૂટ મર્યાદાથી ઓછી આવક દર્શાવીઃ જેટલી
2017-18માં રેવન્યૂ ખાધ 1.9 ટકા રહેવાનો અંદાજઃ જેટલી
નાણાંકીય ખાધ 2017-18 માટે 3.2 ટકા અને 2018-19 માટે 3 ટકા રહેવાનો અંદાજઃ જેટલી
2017-18 માટે કેપેક્સ ફાળવણીમાં 25.4 ટકાનો વધારોઃ જેટલી
સાઇન્ટિફિક મિનિસ્ટ્રીઝ માટે 37435 કરોડ રૂપિયાની ફાળવણીઃ જેટલી
ડિફેન્સ પેંશન માટે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવાની જોગવાઈઃ જેટલી
2017-18 માટે 21.47 લાખ કરોડ રૂપિયાના કુલ ખર્ચની જોગવાઈઃ જેટલી
કેટલાક ટ્રિબ્યૂનલ્સનું કરવામાં આવશે મર્જરઃ જેટલી
પેંશનને છોડીને ડિફેન્સ માટે 2.74 લાખ કરોડ રૂપિયાની ફાળવણીઃ જેટલી
પાસપોર્ટ એસવીસી માટે હેડ પોસ્ટ ઓફિસનો ઉપયોગ થશે ફ્રન્ટ ઓફિસ તરીકેઃ જેટલી
સીએમ ડિજિટલ પેમેન્ટ પેનલના પ્રસ્તાવને લાગુ કરવામાં આવશેઃ જેટલી
આધાર કાર્ડથી પેમેન્ટ માટે 20 લાખ મશીનઃ જેટલી
પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ મળશેઃ જેટલી
સંપત્તિ જપ્ત કરવા માટે નવો કાયદો આવશેઃ જેટલી
દેશ છોડીને ભાગી જનારા માટે નવો કાયદો આવશેઃ જેટલી
ડિજિટલ પેમેન્ટ સ્કીમ્સ દ્વારા 25 અબજ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ટાર્ગેટ, ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાને બનાવવામાં આવશે મજબૂતઃ જેટલી
માર્ચ સુધી બેંકોના 10 લાખ નવા પીઓએ ટર્મિનલ બનાવવામાં આવશે.
આધાર અનેબલ્ડ પેમેન્ટ સ્કીમનું ટૂંકમાં આવશે મર્ચન્ટ વર્ઝનઃ જેટલી
ભીમ એપને પ્રોત્સાહન આપવા માટે રેફરલ બોનસ અને કેશબેક પ્લાનની શરૂઆત થશેઃ જેટલી
મુદ્રા યોજના માટે 1.22 લાખ કરોડ રૂપિયાની ફાળવણીઃ જેટલી
સરકારી બેંકો માટે અલગ અલગ ઈટીએફ ફંડ બનાવવામાં આવશેઃ જેટલી
પીએસયૂ બેંકોને રિકેપિટલાઈઝ કરવા માટે વધારાના ફંડની ફાળવણી થશેઃ જેટલી
સાઇબર સિક્યુરિટી માટે બનાવવામાં આવશે કોમ્પ્યુટર ઇમર્જિંગ રિસ્પોન્સ ટીમઃ જેટલી
ઇન્ટીગ્રેટેડ પબ્લિક સેક્ટર ઓઈલ કંપની બનાવવાનો પ્રસ્તાવઃ જેટલી
રાજસ્થાન અને ઓડિશામાં બનાવવામાં આવશે બે નવા સ્ટ્રેટેજિક ક્રૂડ ઓઈલ રિઝ્વઃ જેટલી
2017-185માં ખત્મ થઈ જશે એફઆઈપીબીઃ જેટલી
ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટે 1.26 લાખ કરોડ રૂપિયાના 250 પ્રસ્તાવ મળ્યાઃ જેટલી
રેલવે કંપનીઓનું પણ શેર બજારમાં લિસ્ટિંગ થશેઃ જેટલી
જાહેર કંપનીઓની જવાબદારી ફિક્સ કરવામાં આવશેઃ જેટલી
આઈઆરસીટીસીનું પણ શેર બજારમાં લિસ્ટિંગ થશેઃ જેટલી
ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપોર્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવશેઃ જેટલી
ઇન્ફ્રા માટે 3.96 લાખ કરોડ રૂપિયાની ફાળવણીઃ જેટલી
તમામ ટ્રેનમાં બાયો ટોયલેટઃ જેટલી
ભારતનેટ માટે 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
નેશનલ હાઈવે માટે 64,000 કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
રેલવે માટે 55,000 કરોડની જોગવાઈઃ જેટલી
7000 રેલવે સ્ટેશનને સોલર પાવર્ડ કરવામાં આવશેઃ જેટલી
2020 સુધી માનવરહિત રેલવે ક્રોસિંગ ખત્મ થશેઃ જેટલી
2017-18માં ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે કુલ 2.41 કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
પીપીપી મોડવથી નાનાં શહેરોમાં એરપોર્ટઃ જેટલી
ઈ ટિકિટથી યાત્રા સસ્તી થશે, સર્વિસ ચાર્જ સમાપ્તઃ જેટલી
પાંચ વર્ષ માટે બનાવ્યું 1 લાખ કરોડ રૂપિયાનું રેલવે સેફ્ટી ફંડઃ જેટલી
2017-18માં 3500 કિમી રેલવે લાઈન નાંખામાં આવશેઃ જેટલી
રેલવે કેપેક્સ માટે 2017-18માં 1.31 લાખ કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
કોચ મિત્ર સુવિધા લોન્ચઃ જેટલી
એસસી વેલફેર માટે 52400 કરોડ રૂપિયીની ફાળવણીઃ જેટલી
માઈનોરિટી અફેર્સ માટે 4195 કરોડ રૂપિયીની જોગવાઈઃ જેટલી
સીનિયર સિટીઝન માટે રજૂ કરવામાં આવશે આધાર બેસ્ડ હેલ્થ કાર્ડઃ જેટલી
મેડિકલ ડિવાઈસીસ માટે બનાવવામાં આવશે નવા નિયમઃ જેટલી
દવાઓ અને કોસ્મેટિક્સની કિંમત પર કન્ટ્રોલ માટે નિયમોમાં સંશોધનનો પ્રસ્તાવઃ જેટલી
ઝારખંડ અને ગુજરાતમાં બનશે બે નવી એઈમ્સઃ જેટલી
એફોર્ડેબલ હાઉસિંગને મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસઃ જેટલી
રૂરલ ડિમાન્ડ ટોટલ માગના અંદાજે 35 ટકાઃ ક્રિસિલ
લેપ્રોસીને 2018 અને ટીબીને 2025 સુધી ખત્મ કરવાનો ટાર્ગેટઃ જેટલી
વુમન એમ્પાવરમેન્ટ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
2017-18માં મહિલાઓ અને બાળકો માટે 1.84 લાખ કરોડ રૂપિયાની ફાળવણીઃ જેટલી
નેશનલ હાઉસિંબ બેંક માટે 20,000 કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
ખેતી લોન, મનરેગા, સિંચાઈ અને અન્ય ગ્રામીણ સ્કીમોને વધારે ફાળવણીથી ટૂ વ્હીલર અને ટ્રેક્ટર સેક્ટર્સને ફાયદો થશેઃ ક્રિસિલ
હાયર એજ્યુકેશનમાં એન્ટ્રસ એક્ઝા માટે એજન્સી બનાવવામાં આવશેઃ જેટલી
સ્કિલ એક્વીઝિશન પ્રોગ્રામ માટે 4000 કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
લેધર અને ફુટવેર સેક્ટર માટે સ્પેશિયલ જોબ ક્રિએટ કરવામાં આવશેઃ જેટલી
બેઘર અએ કાચા મકાનમાં રહેનારા માટે 2019 સુધી 1 કરોડ મકાન બનાવવાનો ટાર્ગેટઃ જેટલી
સેકન્ડરી એજ્યુકેશન માટે બનશે ઈનોવેશન ફંડ
1 મે 2018 સુધી 100 ટકા રૂરલ ઇલેક્ટ્રિફિકેશનનો ટાર્ગેટઃ જેટલી
દીનદયાળ આવાસ યોજના માટે 4500 કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
રૂરલ એગ્રી અને તેની સાથે જોડાયેલ સેક્ટર્સ માટે 1.87 લાખ કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફંડ વધારીને 23000 કરોડ રૂપિયા કરવાની જોગવાઈઃ જેટલી
પ્રધાનમંત્રી સડક યોજના માટે 19 હજાર કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
કૃષિ સેક્ટર માટે 10 લાખ કરોડ રૂપિયાની લોન આપવાથી ટ્રેક્ટરના વેચાણમાં ઉછાળો આવશેઃ ક્રિસિલ
પીએમ સડક યોજના અંતર્ગત રોજ 133 કિમીના રસ્તા બનાવવામાં આવશેઃ જેટલી
2019 સુધી 50 હજાર ગામડામાંથી ગરીબી નાબુદ કરવામાં આવશેઃ જેટલી
રૂરલ પ્રોગ્રાસ માટે દર વર્ષે 3 લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચની જોગવાઈઃ જેટલી
મનરેગામાં મહિલાઓની ભાગીદારી 55 ટકા થઇઃ નાણાં પ્રધાન
મનરેગા માટે 48,000 કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
ઈ-નેમ અંતર્ગત દરેક એપીએમસી માટે 75 લાખ રૂપિયાની જોગવાઈઃ જેટલી
માર્ચ 2017 સુધી મનરેગા હેઠળ 10 લાખ તળાવ બનાવી લેવામાં આવશેઃ જેટલી
એગ્રી કોઓપરેટિવના ડિજિટાઈલેઝન માટે ત્રણ વર્ષમાં 1900 કરોડની જોગવાઈઃ જેટલી
નાબાર્ડ અંતર્ગત 8000 કરોડ રૂપિયાના ડેરી પ્રોસેસિંગ ઇન્ફ્રા ફંડ બનાવવામાં આવશેઃ જેટલી
પાક વીમા માટે 9000 કરોડ રૂપિયાની જોગવાઈઃ જેટલી
નાબાર્ડ અંતર્ગત ઇરિગેશન ફંડને વધારીને 20 હજાર કરોડ રૂપિયા સુધી વધારો દીધોઃ જેટલી
એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ ચાલુ વર્ષે 4.1 ટકા રહેવાનો અંદાજઃ જેટલી
એડવાન્સ્ડ ઈકોનોમીનો ગ્રોથ 1.6થી 1.9 ટકા રહોવાનો અંદાજ છે. જ્યારે, ઇમર્જિંગ ઇકોનોમીનો ગ્રોથ 4.1થી 4.5 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છેઃ જેટલી
એગ્રી ક્રેડિટ માટે ચાલુ વર્ષે 10 લાખ કરોડનો ટાર્ગેટઃ જેટલી
ખરીફ અને રવિ સીઝનમાં વાવેતર વધ્યું છેઃ જેટલી
આ વખતે બજેટમાં 3 રિફોર્મ મહત્વના છે. જેમાં રેલવે બજેટનું મર્જર કરવામાં આવ્યું અને બજેટની તારીખ પહેલી કરવાનું સામેલ છેઃ જેટલી
છેલ્લા એક વર્ષમાં બેન્કરપ્સી બિલ, આધાર બિલ, એફડીઆઇ છૂટ લિમિટ વધારવા જેવા ઘણાં રિફોર્મ્સ કરવામાં આવ્યાઃ જેટલી
નોટબંધીથી આવનારા સમયમાં જીડીપી વધશેઃ જેટલી
ઇકોનોમિક રિફોર્મ્સ ચાલુ રહેશે અને સરકારી ખર્ચમાં વધારો કરીશુઃ જેટલી
નોટબંધીના કારણે ટેક્સ કલેક્શન વધ્યું છેઃ જેટલી
ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બે ગણી થઈ જશેઃ જેટલી
નોટબંધીથી થનારા ફાયદા ગરીબો સુધી પહોંચાડીશું, બેંક પણ લોનના દરમાં ઘટાડો કરી શકશેઃ જેટલી
અમે JAM એટલે કે જનધન, આધાર અને મોબાઈલની દિશામાં આગળ વધી રહ્યા છેઃ જેટલી
ચાલુ ખાતા ખાધમાં ઘટાડો આવ્યો છેઃ જેટલી
વર્ષ 2017 દરમ્યાન ગ્રોથમાં રિકવરી આવવાની શકયતાઃ જેટલી
યુવાઓ અને રોજગારી પર બજેટનું ફોકસઃ જેટલી
નોટબંધીથી ભ્રષ્ટાચાર ઓછો થયો.
અર્થવ્યવસ્થાની મજબૂતી માટે નોટબંધીનો નિર્ણય.
મંદીની વચ્ચે ભારત ઉભરતું સ્ટાર.
મોંઘવાગીર દર 6 ટકાથી નીચે લાવ્યા.
જીએસટીથી દેશને ગતિ મળશે.
નોટબંધી એક મોટો નિર્ણય.
કાળા નાણાં પર નિયંત્રણ લગાવ્યું.
ભારત વિશખ્વમાં છઠ્ઠું સૌથી મોટું વિનિર્માણકારી દેશ બની ગયું.
મોંઘવારી દર 2-6ની વચ્ચે રહેશે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે આ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છેઃ જેટલી
જેટલીએ કહ્યું, બ્લેકમની પર નિયંત્રણ કરવા માટે સરકારે ઘણું કામ કર્યું.
અમે છેલ્લાં 2 વર્ષમાં દેશના વિકાસ દરમાં 3 ટકા જેટલો વધારો કર્યો.
રજુ થયેલ બજેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની પ્રતિક્રિયા.
- પીએમ મોદી એ અરુણજેટલી દ્વારા રજુ થયેલા બજેટ ની મન મૂકી ને સરાહના કરી હતી તેમને જણાવ્યું હતું કે આ બજેટ ગરીબો ને માટે છે અને તેનાથી ગરીબ વર્ગ,મધ્યમ વર્ગ તેમજ ખેડૂતો ને વધુ લાભ દાઈ નીવડશે.
- તેમને વધુ માં જણાવ્યું હતું કે સામાન્ય બજેટ ની સાથે રેલ બજેટ ને રજુ કરવામાં આવ્યું છે તેના કારણે પરિવહન ક્ષેત્રે ઘણો મોટો ફાયદો જોવા મળશે.
- સરકાર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે અમારી લડાઈ કાળાનાણાં અને ભ્રસ્ટાચાર ને નાથવા માટે છે અને આજ ના રજુ થયેલા બજેટ માં તે સ્પષ્ટ પણે સામે આવી હતી.
- આ સમયે રજુ થયેલા બજેટ ના કારણે દેશ ના નાના ઉદ્યોગો ને મદદ મળશે અને તેમને વિદેશી માર્કેટ માં પગ જંપલાવા માટે સરળતા રહેશે.
- કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રજુ થયેલ બજેટ થી સંપૂર્ણ પણે નાખુશ નજરે ચડ્યા હતા.તેમણે રજુ થયેલ બજેટ ને ખેડૂત વિરોધી બતાવ્યું હતું.તેમને જણાવ્યું હતું કે બજેટ માં યુવા ના રોજગારી માટે ની કોઈ વાત કરવામાં આવી નથી તેમજ ખેડૂતો જે લોન ના બોજ હેઠળ છે તેમની માટે પણ કોઈ પ્રકાર ની રાહત ની વાત આ બજેટ માં સામે આવી નથી.
- અરુણ જેટલી એ કાળાનાણાં ને નાથવા માટે શું મોટી જાહેરાત કરી.
- કાળુ નાણું બહાર લાવવાના અભિયાનમાં આગળ વધતા નાણાં મંત્રી અરુણ જેટલીએ બુધવારે નાણાંકીય વર્ષ 2017-18ના બજેટમાં આગામી એક એપ્રિલ, 2017થી ત્રણ લાખ રૂપિયાથી વધારેના તમામ પ્રકારના રોકડની લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂકવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.જેટલીએ બજેટ દરમિયાન કહ્યુ કે એક મર્યાદા કરતા વધારે રોકડની લેવડ-દેવડ પર પ્રતિબંધ કાળા નાણાંને બહાર લાવવા માટે ચાલી રહેલી વિશેષ તપાસ ટીમ એસઆઇટીની ભલામણો ના આધારે લગાવવામાં આવી રહ્યો છે. એસઆઇટીનું નિર્માણ સુપ્રીમ કોર્ટે કર્યુ હતુ.નાણાંમંત્રીએ કહ્યુ કે ત્રણ લાખથી વધારેના તમામ પ્રકારના રોકડની લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ન્યાયમૂર્તિ એમ બી શાહની આગેવાની ધરાવતી એસઆઇટીએ કાળા નાણાં પર અંકુશ રાખવા માટેના નિર્ણયો પર પોતાની પાંચમી રિપોર્ટ જુલાઇમાં સુપ્રીમ કોર્ટને સોંપી હતી.