નવી દિલ્હી તા.8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ના અભિભાષણ પર ચાલી રહેલા આભાર પ્રસ્તાવની ચર્ચા પર સંસદની રાજ્યસભામાં હાલ ભાષણ આપ રહ્યા છે.સોમવારે ડિજિટલ મોડ,સર્જીકલ સ્ટ્રાઇક અને નોટબંધી જેવા મુદ્દાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.ખાસ કરી ને તેમને આજે પણ રાહુલગાંધી ના ભૂકંપ વાળા નિવેદન પર પણ મન મૂકી ને વરસ્યા હતા.
તેમને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ ને પણ બાણ માં લીધા હતા અને જણાવ્યું હતું કે ” મનમોહન સિંઘ એ દેશ ના અર્થતંત્ર માં ઘણો મોટો ફાળો છે.અને તેમના ઉપર અત્યાર સુધી માં એક પણ આરોપ નથી “પરંતુ બાથરૂમ માં રેઈનકોર્ટ પેહરી ને નાહવાની કલા મનમોહન સિંઘ જ જાણે છે “
સંસદ માં શું બોલ્યા પીએમ ?
- મોદી સરકારે દેશ સાથે શું કર્યું છે મને લાગે છે કે કોંગ્રેસ તેનો રિપોર્ટ કાર્ડ આપી રહ્યું છે.
- હાલ કોંગ્રેસ ઘણો આક્રોશ બતાવી રહ્યું છે અત્યાર સુધી માં તમે લોકો ચૂપ કેમ હતા કેમ તમે ગોડસે ની સલાહ પર કોઈ પ્રતિક્રિયા ના આપી.
- 1971 માં માધવ ગોડબોલે એ ઇન્દિરા ગાંધી ને નોટબંધી ની સલાહ આપી હતી પરંતુ ઇન્દિરાએ તેમની વાત ને ફગાવી દીધી હતી.
- નોટબંધી ના કારણે અત્યાર સુધી માં 7000 જેટલા આતંકવાદીઓ એ સરેન્ડર કર્યું છે.
- ભ્રષ્ટાચાર ના કારણે લોકો ની આકાંક્ષાઓ પર અસર પડી છે.
- કાળાનાણાં અને ભ્રષ્ટાચાર ની સામે લડવું એ કોઈ રાજનીતિક એજન્ડા નથી.
- 181 મહિલા હેલ્પલાઈન ની શરૂઆત કરવામાં આવી જે આજે ઘણા શહેરો માં કાર્યરત છે.
- ફસલ બીમાં યોજાના પર સરકાર કામ કરી રહી છે કેટલાક રાજ્યો માં હજુ આ યોજના પાછળ છે અને તે ચિંતા નો વિષય છે.
- સ્વચ્છ ભારત અભિયાન ની મજાક કરવામાં આવી છે સ્વચ્છ ભારત નું સપનું મહાત્મા ગાંધી નું હતું અને તેની મઝાક કરવી ઉચિત નથી.
- મારી પર અને સરકાર પર પ્રહારો કરો તે સ્વાભાવિક વાત છે પરંતુ આરબીઆઇ ના ગવર્નર ને રાજકારણ માં શું કામ ખેંચવામાં આવે છે.