પટનાઃ બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ થઇ ચૂકી છે. આજે વિધાનસભા ચૂંટણી 2020 માટે મહાગઠબંધને ગુરૂવારના રોજ 243 સીટો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને સીપીઆઈના ઉમેદવારોના નામ સામેલ છે. ઉપરાંત લિસ્ટમાં કોંગ્રેસે શત્રુઘ્ન સિંહાના દિકરા લન સિન્હાને બાંકીપુર સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યાં તેમની સામે ભાજપ નેતા નવીન કિશોર સિન્હાના દિકરી નિતિન નવીનને મેદાનમાં ઉતાર્યા છે.
ઉલ્લેખનિય છે કે, બિહારમાં 28 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યુ છે. બિહારમાં ત્રણ તબક્કામાં આ ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 10 નવેમ્બરે આવશે.
બિહારમા વિધાનસભાની ચૂંટણી ચૂંટણી માટે કોંગ્રેસે તો પોતાના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીના સ્ટાર પ્રચારકોમાં મનમોહન સિંહ, સોનિયા ગાંધી, મીરા કુમાર, શત્રુઘ્ન સિંહા, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સહિત 30 નેતાઓ નામ સામેલ છે. બિહારમાં રાજદ સાથે તાલમેલ કરીને કોંગ્રેસ પાર્ટી 70 સીટો પર ચૂંટણી લડી રહી છે.