ભારતના સફળ કોરોના રસીકરણ અભિયાનથી ચીનને જલન થઇ રહી છે. આથી તેણે ફરી એકવાર ભારતીય કંપનીઓ પર સાયબર એટેક કર્યો છે. આ વખતે ચીને તેના હેકર્સ દ્વારા કોરોના વેક્સિન બનાવનારી ભારતીય કંપનીઓ ચીની હેકર્સના ટાર્ગેટ પર છે. ભારતમાં કોરોના રસીકરણ વચ્ચે ભારતીય વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેકર્સે ટાર્ગેટ કરી છે. ભારતીય વેક્સિનના નિર્માતાઓની આઇટી સિસ્ટમને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. હેકિંગની આ કોશિશ ચીન સમર્થિત હેકર્સના એક ગ્રુપે કરી હતી.
સાઇબર ઇન્ટેલિજન્સ ફર્મ Cyfirma દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ‘જે બે વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેક કરવાની કોશિશ કરવામાં આવી તેના વેક્સિનના ડોઝનો ઉપયોગ દેશના રસીકરણના અભિયાનમાં કરવામાં આવી રહ્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે, આનો ઉદ્દેશ ભારતની કોરોના વેક્સિન સપ્લાયની ચેઇનને તોડવાનો હતો.
મળતી માહિતી અનુસાર, ચીન સમર્થિત હેકર્સના એક ગ્રુપે તાજેતરના જ સપ્તાહોમાં કોરોના વેક્સિન બનાવનારી બે ભારતીય કંપનીઓની IT સિસ્ટમને ટાર્ગેટ કરી. જેમાં ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયા એટલે કે SII શામેલ છે. હેકર્સે આ કંપનીઓની IT સિક્યોરિટીને તોડવાની કોશિશ કરી હતી.
સિંગાપુર અને ટોક્યોમાં આવેલ ઇન્ટેલિજન્સ ફર્મ Cyfirma એ જણાવ્યું કે, ‘ચીની હેકર્સ APT10, જેને સ્ટોન પાંડાના નામથી પણ ઓળખવામાં આવે છે કે જેને ભારતના બાયોટેક અને SII ની આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેન સૉફ્ટવેરની નબળાઇઓને શોધવાની કોશિશ કરી હતી. તમને જણાવી દઇએ કે, SII વિશ્વના અનેક દેશો માટે વેક્સિન બનાવી રહી છે.