પાંચમી મેના રોજ પૂરા થતા અઠવાડિયામાં ભારતનું વિદેશી હુંડિયામણ ભંડોળ ઓલટાઇમ હાઇ 375.71 અબજ ડોલર થવા પામ્યું છે. પાછલા અઠવાડિયે $372.73નું ભંડોળ $1.594 વધીને ઓલટાઇમ હાઇની સપાટીએ પહોંચ્યું હોવાનું રિઝર્વ બેંકના સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશી કરન્સીનું ભંડોળ $2.474 વધીને to $351.53 થયું છે. ભારતનું સોનાનું ભંડોળ પણ 56.9 અમેરિકી ડોલર વધીને આ અઠવાડિયે $20.438નું થવા પામ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોઈપણ દેશનું વિદેશી હુંડિયામણ તેની સદ્ધરતાનું પ્રતીક ગણવામાં આવે છે. વિદેશી હુંડિયામણ દ્વારા રિઝર્વ બેંક રૂપિયાને આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત બનાવવામાં મહત્વનો રોલ અદા કરી શકે છે.