નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ભયંકર અને ઘાતક બની રહી છે. મંગળવારે ફરી દેશમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 1.15 લાખ નવા કેસ નોંધાયા છે જે ભારતમાં કોરોના વાયરસની મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વખત 1 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે આગામી ચાર દિવસ બહુ ભારે પડી શકે છે.
ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત મંગળવારે કોરોના વાયરસના સંક્રમણના કૂલ નવા 1..15 કેસ નોંધાયા છે. તો ગત રવિવારે ભારતમાં પહેલી વાર 1.03 લાખથી વધુ કોરોના કેસ આવ્યા હતા.
કોરોના વાયરસના વધી રહેલા કેસોના મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે, લોકો દ્વાર સાવધાની ન રાખવી અને લાપરવાહીનું આ પરિણામ છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત કેટલાંક રાજ્યોની 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વેક્સીન મૂકવાની માંગણી અંગે મંત્રાલયે કહ્યુ કે, હાલ રસીકરણનો ઉદ્દેશ્ય એવા કોરોના રસી મૂકવાનો છે, જેમને સૌથી વધારે વેક્સીનની જરૂર છે અને જેમને સૌથી વધારે કોરોના સંક્રમણનું જોખમ રહેલુ છે.
કેટલાંક રાજ્યોમાં કેટલા કેસ
રાજ્ય | નવા કોરોના પોઝિટિવ કેસ |
મહારાષ્ટ્ર | 55,469 |
ગુજરાત | 3,502 |
કર્ણાટક | 6,150 |
આંધ્રપ્રદેશ | 1,941 |
તમિનલાડુ | 3,645 |
દિલ્હી | 5,100 |
ઉતરપ્રદેશ | 5,895 |
પશ્ચિમ બંગાળ | 2,058 |
છત્તીસગઢ | 9,921 |
રાજસ્થાન | 2,236 |
ઓરિસ્સા | 588 |
ગુજરાત | 3,280 |
તેલંગાણા | 1,498 |
મધ્યપ્રદેશ | 3,722 |
હરિયાણા | 2,099 |