મેસેન્જર એપ્લીકેશન વોટ્સએપ દ્વારા ભારતના કેટલાંક પત્રકારો અને હસતીઓની જાસૂસીના સમાચારે ભારતીય રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. વોટ્સએપે આ વાતની પુષ્ટિ પણ કરી દીધી છે કે ઇઝરાયલની સાયબર ગુપ્તચર કંપની એનએસઓ ગ્રૂપની તરફથી ભારતીય માનવાધિકાર કાર્યકર્તા અને પત્રકારોને સ્પાઇવેયર દ્વારા ટાર્ગેટ કરીને તેમની જાસૂસી કરી છે. ગુરૂવારના રોજ આ મામલો સામે આવ્યો તો વિપક્ષે ફરી એકવખત મોદી સરકારને નિશાના પર લીધુ. પરંતુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આ માત્ર સરકારને બદનામ કરવા માટે કરાઇ રહ્યું છે.
કાગળિયા પ્રમાણે તેના માટે માત્ર સ્પાઇવેરને ઇન્સ્ટોલ કરવાની જરૂર છે જો કે માત્ર ફ્લેશ-SMSથી પણ થઇ શકે છે.
કોણ બન્યું આ ખેલનો શિકાર?
અત્યાર સુધીના જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તેમાં ભારતના 10 એક્ટિવિસ્ટે આ વાતની પુષ્ટિ કરી છે કે વોટ્સએપની તરફતી તેમને કહ્યું છે કે તેમની જાસૂસી થઇ હતી. તેમાં બેલા ભાટિયા, ભીમા કોરેગાંવ કેસમાં વકીલ નિહાલ સિંહ રાઠોડને વોટ્સએપ પરથી એલર્ટની વાત સ્વીકારી છે, જો કે મે 2019માં બે સપ્તાહના અંતરાલનો હતો.
આ સિવાય જગદલપુર લીગલ એડ ગ્રૂપના શાલિની ગેરા, દલિત એક્ટિવિસ્ટ ડિગ્રી પ્રસાદ ચૌહાણ, આનંદ તેલતુમ્બડે, શુભ્રાંશુ ચૌધરી, દિલ્હીના આશિષ ગુપ્તા, દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર સરોજ ગિરી, પત્રકાર સિદ્ધાંત સિબ્બલ અને રાજીવ શર્માનું નામ પણ સામેલ છે. જો કે વોટ્સએપે આ નામોની પુષ્ટિ કરવાનો ઇન્કાર કર્યો જે નિશાના પર હતા, પરંતુ આ બધાને સૂચિત કરાયા છે.
સરકારની તરફથી શું લેવાયા એકશન?
આ કેસ સામે આવ્યા બાદથી જ મોદી સરકાર એકશનમાં આવી ગઇ છે. કેન્દ્ર સરકાર વોટ્સએપને 4 નવેમ્બર સુધીમાં આ કેસમાં સ્પષ્ટતા કરવાનું કહ્યું છે. કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર આ કેસને લઇ ગંભીર છે અને વોટ્સએપ પાસે આ અંગે જવાબ માંગ્યો છે. ભારત સરકાર લોકોની પ્રાઇવેસીને પ્રોટેક્ટ કરવા માટે તત્પર છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ પ્રોટોકોલની અંતર્ગત કામ કરે છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી સામેલ છે. આ કામ રાષ્ટ્રહિતમાં કરાય છે.
બીજીબાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તરફથી આ મુદ્દા પર સખ્ત નિવેદન આવ્યું છે. MHAનું કહેવું છે કે મીડિયામાં વોટ્સએપ દ્વારા જાસૂસીના જે સમાચાર ચાલી રહ્યા છે તે ભારત સરકારની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. ભારત સરકાર નાગરિકોની પ્રાઇવસીના અધિકારનં સમ્માન કરે છે, આ કેસમાં સખ્તમાં સખ્ત પગલાં ઉઠાવશે.
વોટ્સએપની તરફથી શું આપવામાં આવ્યું નિવેદન?
આ મામલા બાદ વોટ્સએપની તરફની નિવેદન આપ્યું છે કે ભારતમાં કેટલાંક એક્ટિવિસ્ટ અને પત્રકાર તેનો શિકાર બન્યા હતા. વોટ્સએપની તરફથી હવે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ઇઝરાયલી સાઇબર એજન્સી NSO ગ્રૂપની વિરૂદ્ધ કેસ કરાયો છે. જો કે NSO ગ્રૂપની તરફથી કહેવામાં આવ્યું છે કે અગાઉ તેમની તરફથી કેટલાંક સોફ્ટવેર કેટલીય સરકારોને આપ્યા છે, જો કે તેના માટે કેટલાંક ખોટા ઉપયોગની મનાઇ પણ કરાઇ હતી.
આની પહેલાં ગયા વર્ષે એક રિપોર્ટ સામે આવ્યો હતો કે ઇઝરાયલની આ Pegasus એજન્સી દ્વારા સાઉદી અરબના પત્રકાર જમાલ ખસ્તોગીની જાસૂસી કરાવાઇ હતી. ત્યારબાદ તેમની તુર્કીમાં હત્યા કરાવી દીધી હતી. કેનેડાની સિટિઝન લેબે દાવો કર્યો છે કે Pegasus એ ભારતમાં પત્રકારોની કેટલીક ગેંગને નિશાન બનાવી હતી.
વિપક્ષે સરકારને ઘેરી
આ મામલા બાદ વિપક્ષે સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના રાહુલ ગાંધીએ આ મુદ્દાને રાફેલ વિવાદ સાથે જોડી દીધો છે. તો બીજીબાજુ રણદીપ સુરજેવાલાએ પણ નિશાન સાંધતા કહ્યું કે ભાજપ સરકારની આ હરકતથી અમે હેરાન નથી.
શું કહે છે એક્સપર્ટસ?
સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ અભિષેક શર્માનું કહેવું છે કે આ કેસમાં આમ આદમી ખાસ કરી શકતું નથી. જો કે તેમને એમ પણ કહ્યું કે હેકિંગની તકનીક એટલી બધી એડવાન્સ છે કે વોટ્સએપ તેમાં કંઇ જ કરી શકતું નથી. પરંતુ વોટ્સએપે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે આગળથી આવું કંઇ નહીં થાય. તેમણે સલાહ આપી કે લોકોએ એપ્લિકેશનને સમયાંતરે અપડેટ કરતા રહેવું જોઇએ.