ભારતીય સૈન્યએ 03 સપ્ટેમ્બર 2020 ના રોજ, ઉત્તર સિક્કિમના પઠાર ક્ષેત્રમાં રાસતો ભૂલનાર ત્રણ ચીની નાગરિકોની મદદ માટે હાથ લંબાવ્યો.
ઉપ-શૂન્ય તાપમાનમાં બે પુરુષો અને એક મહિલા સહિતના ચીની નાગરિકોના જીવન માટેના જોખમને સમજીને, ભારતીય સેનાના સૈનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વધુ પડતી ઉંચાઇ અને કઠોર આબોહવાથી બચાવવા માટે ઓક્સિજન, ખોરાક અને ગરમ વસ્ત્રો સહિતની તબીબી સહાય પૂરી પાડી હતી.
ભારતીય સૈનિકોએ પણ તેમને તેમના અંતિમ મુકામ સુધી પહોંચવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું, ત્યારબાદ તેઓ પાછા ગયા હતા. ચીની નાગરિકોએ તેમની તત્કાળ સહાયતા માટે ભારત અને ભારતીય સેનાનો આભાર માન્યો હતો.