નવી દિલ્હીઃ ભારત સરકાર સુરક્ષાના કારણોસર ચીનના હ્યુવેઈ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. આ અંગે જૂન સુધીમાં નિર્ણય લઈ શકે છો. ભારતના બે સરકારી અધિકારીઓએ કહ્યું છે કે ભારતના ચીનના હ્યુવેઈ દ્વારા બનાવવામાં આવતા દૂરસંચારના ડિવાઇસેસનો ઉપયોગ અને તેમના મોબાઇલ કેરિયર્સને અટકાવી શકે છે.
ભારત સરકાર સુરક્ષા ચિંતાઓ અને ભારતીય ઉત્પાદકોની વધુ ટેલિકોમ ઉપકરણ બનાવવાની ઇચ્છાને કારણે ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં છે. તમને જણાવી દઇએ કે આ પહેલા હ્યુવેઈ પર તેના દેશમાં પ્રતિબંધ હતો. લદ્દાખમાં એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચેના તનાવને કારણે હવે ભારતમાં પણ તેની પર પ્રતિબંધનું જોખમ છે.
ભારતના ટેલિકોમ વિભાગના બે અધિકારીઓએ નામ ન આપવાની શરતે બુધવારે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, 15 જૂન પછી મોબાઈલ કેરિયર કંપની સરકાર દ્વારા માન્ય કંપનીઓ પાસેથી જ અમુક નિશ્ચિત ઉપકરણો ખરીદી શકે છે. એટલું જ નહીં, સરકાર એવી કંપનીઓની સૂચિ પણ જારી કરી શકે છે કે જેના પાસેથી ઉપકરણો ખરીદવા ન પડે. આ સૂચિમાં હ્યુવેઈનો પણ સમાવેશ થવાની સંભાવના છે. અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે, જો રોકાણ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઉભું કરે તો અમે આર્થિક લાભોને પ્રાધાન્ય આપી શકતા નથી.
જોકે, ત્રીજા અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે, બીજી ચીની કંપની ઝેડટીઇ કોર્પ પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. જોકે ભારતમાં તેની ઓછી હાજરી છે. બંને કંપનીઓ પર ચીની સરકાર માટે જાસૂસી કરવાનો આરોપ મૂકાયો છે. જોકે બંનેએ આક્ષેપોને નકારી કાઢ્યા છે.