દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ફરી એક ઝટકો લાગ્યો છે. તેની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. જણાવી દઈએ કે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 23 મે સુધી વધારી દીધી છે.
15 દિવસની ન્યાયિક કસ્ટડી વધારવાની સાથે, રાઉઝ એવન્યુ કોર્ટે EDને સિસોદિયાને ચાર્જશીટની ઈ-કોપી પ્રદાન કરવા કહ્યું છે. જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થતાં આજે મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ઇડી દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ એંગલની પણ તપાસ કરી રહી છે. સૌથી પહેલા સીબીઆઈએ સિસોદિયાની ધરપકડ કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી ગત 23 ફેબ્રુઆરીથી તિહાર જેલમાં બંધ છે.