ભારતમાં હ્યુન્ડાઈ કંપની બિસ્તરા પોટલા ભરીને જતી રહેવાની વાતો ઉડતા હ્યુન્ડાઈ પ્રેમીઓમાં ચિંતા પ્રસરી હતી પરંતુ આ વાત ખોટી છે હુંડાઈ ભારતમાં ઉત્પાદન ચાલુ રાખશે અને તે માત્ર હ્યુન્ડાઈ એન્ટ્રી લેવલ હેચબેક સેન્ટ્રો કાર નું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે.
મહત્વનું છે કે સેન્ટ્રો કાર હુંડાઈ ની સૌથી વઘુ વેચાતી કારો પૈકીની એક લોકપ્રિય કાર છે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડે સેન્ટ્રોનું ઉત્પાદન હાઉસ બંધ કરી દીધું છે. તમિલનાડુના પ્લાન્ટમાં હ્યુન્ડાઈ મોટર કારનું પ્રોડક્શન થતું હતું. આ કારે પહેલીવાર ભારતમાં 1998માં લોન્ચ કરવામાં આવી હતી એટલે કે સેન્ટ્રોનું ભારતીય બજારમાં 24 વર્ષની સફરનો અંત આવ્યો છે.હ્યુન્ડાઈ સેન્ટ્રો એક સસ્તી અને ફેમિલી કાર તરીકે ખૂબ જ લોકપ્રિય હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વધતી સ્પર્ધાને કારણે તેની માંગ સતત ઘટી રહી હતી જેના કારણે કંપનીએ સેન્ટ્રોના પેટ્રોલ મોડલનું ઉત્પાદન બંધ કરી દીધું છે, જ્યારે સીએનજી વેરિઅન્ટનું વેચાણ ચાલુ રહેશે. જો કે, એવા પણ સમાચાર છે કે જ્યાં સુધી ડીલરશીપનો સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી પેટ્રોલ વેરિઅન્ટ્સનું વેચાણ પણ ચાલુ રહેશે.
આમ માર્કેટમાં ફેલાયેલા ન્યૂઝ મુજબ હ્યુન્ડાઈ કંપની ભારતમાંથી પોતાનો કારોબાર સમેટી લેવાની વાત ખોટી છે અને તે માત્ર સેન્ટ્રો કાર બંધ કરવા જઈ રહી છે.
Sunday, May 5