ડેલી રૂટિનમાં ઘણી બધી મહિલાઓ અને પુરુષોના પરસેવાની વાસથી બાજુની વ્યક્તિ કંટાળી જતી હોય છે. પરસેવાની વાસ વ્યક્તિ અનેક વાર શરમમાં મુકાતી હોય છે. પરસેવાની વાસ ઘણાં લોકો માટે માથાના દુખાવા સમાન બની જાય છે. આમ, પરસેવાની વાસમાંથી છૂટકારો મેળવવા માટે અનેક લોકો પરફ્યુમનો ઉપયોગ કરતા હોય છે. પરફ્યૂમ તમારા પરસેવાની વાસને દૂર કરે છે અને સાથે-સાથે તમારામાં ફ્રેશનેસ પણ લાવે છે. જો કે ઘણાં લોકોને પરફ્યુમની એલર્જી હોય છે. આમ, જો તમે પરફ્યુમનો યુઝ કરી શકતા નથી અને પરસેવાની વાસને દૂર કરવા ઇચ્છો છો તો આ ઓઇલ તમારા માટે સૌથી બેસ્ટ છે.
નેરોલી ઓઇલ તમને માર્કેટમાં સરળતાથી નેરોલી ઓઇલ મળી રહે છે. આ ઓઇલ તમને ફ્રેશ રાખે છે અને સાથે-સાથે તમારા પરસેવાની વાસને પણ દૂર કરે છે. નેરોલી ઓઇલ તમને માર્કેટમાં સરળતાથી મળી રહે છે. આ ઓઇલને તમે કોઇ પણ સ્પ્રે બોટલમાં ભરી લો અને પછી બોડી પર સ્પ્રે કરો. આ નેચરલ સ્પ્રે તમારી વાસને દૂર કરે છે અને તમને ફ્રેશ રાખે છે.
ચંદનનું તેલ તમે ચંદનનું તેલ પરફ્યૂમના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો. ચંદનનું તેલ તમારા મન અને તનને મોહી લે છે. આની સ્મેલ તમારા પરસેવાને રોકવાનું કામ કરે છે. પરંતુ તમારે આ તેલ ડાયરેક્ટ તમારી સ્કિન પર લગાવવાનું નથી. આ તેલ પહેલા તમારા કપડા પર લગાવો. આ તેલ સીધું સ્કિન પર લગાવવાથી તમને એલર્જી પણ થઇ શકે છે.
ગુલાબનું તેલ તમે નેચરલ પરફ્યૂમમાં ગુલાબના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. ત્વચા માટે આ સૌથી બેસ્ટ છે. ગુલાબનું તેલ દરેક લોકોની સ્કિન માટે સૌથી બેસ્ટ સાબિત થાય છે. તમારામાંથી આવતી પરસેવાની વાસને દૂર કરવા માટે તમે ગુલાબના તેલનો ઉપયોગ કરી શકો છો. ગુલાબનું તેલ તમે સ્પ્રે બોટલમાં ભરી લો અને રોજ સવારમાં તમારા કપડા પર તેમજ સ્કિન પર સ્પ્રે કરો. આમ કરવાથી સ્મેલ સારી આવે છે અને તમે એકદમ રિફ્રેશ થઇ જાવો છો.