મોદી સરકારે શ્રીમંત લોકો માટે નિવૃત્તી પછીની આવક મેળવવા પેન્શન તરીકે વર્ષે 12 હજાર રૂપિયા સુધીની રકમ મેળવવા માટે 15.66 લાખ રૂપિયા કુલ રોકાણ અને મહિનાના 1000 રૂપિયાની લઘુત્તમ પેન્શન માટે રૂ. 1.62 લાખનું રોકાણ કરવું પડે છે. 60 વર્ષની વય પછી લાભ મળી શકે છે. આવી વિચિત્ર યોજના બનાવી છે.
તેનો મતલબ એ થયો કે ઘર ચલાવવા માટે મહિને આવશ્યક રૂ.36 હજાનું પેન્શન જોઈતું હોય તો 4.80 કરોડ રોકવા પડે તો તમને ઘર ચાલે એટલું મહિને પેન્શન મળી શકે. આમ લોકોને છેતરવા માટેની આ યોજના હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે.
યોજનામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ યોજનાના વ્યાજ દર, રોકાણ અને પેન્શનની રકમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રોકાણના 1 વર્ષ પછી પેન્શનનો પ્રથમ હપ્તો પ્રાપ્ત થાય છે. આ યોજનાની પાકતી મુદત 10 વર્ષની છે. આમાં પ્રથમ વર્ષમાં 7.40 ટકાની ગેરેન્ટીડ વળતર આપવામાં આવશે.
તારીખ પસંદ કરીને સ્થિર બેંક ખાતું અને રોકાણકાર ઇચ્છે તો પેન્શન વિકલ્પ પસંદ કરી શકે છે. માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શન જોઈએ છે, તો વિકલ્પ પસંદ કરી શકાય છે. 6 મહિના અથવા વાર્ષિક વિકલ્પની પસંદગી કર્યા પછી, અનુક્રમે 6 અથવા 12 મહિના પછી એકમક પેન્શન મળશે.
એલઆઈસી પાસે આ યોજના ચલાવવાનું એકાધિકાર છે. તે એલઆઈસી વેબસાઇટથી ઓફલાઇન તેમજ ઓનલાઇન પણ ખરીદી શકાય છે. વરિષ્ઠ નાગરિકો માટેની પ્રધાનમંત્રી વય વંદન યોજના (પીએમવીવીવાય) મોદી સરકારે 31 માર્ચ 2020 બંધ કરી દીધા બાદ ફરીથી ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)શરૂ કરી છે. જે માર્ચ 2023 સુધી ચાલું રહશે.