ભારતમાં પેટ્રોલિયમ પેદાશો પર 69% વેરા લાગે છે. 100 રૂપિયાના પેટ્રોલ પર રૂ.69 કેન્દ્રની મોદી સરકાર વેરો લઈ જાય છે. દુનિયામાં સૌથી વધુ વેરા ભારતમાં છે. ભારતમાં ગયા વર્ષ સુધી કર 50 ટકા હતો. કોરોનાની સ્થિતિમાં, આટલો વેરો અને પેટ્રોલ ડિઝલની કિંમતો સામાન્ય માણસના ગજા બહાર જતી રહી છે. 2014 કરતાં પેટ્રોલમાં 300 ટકા વેરા વધું લેવાય છે અને ડિઝલમાં 900 ટકા વધું વેરા ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર લઈ રહી છે. તેમ સીએ ગઢવીએ વિડિયોમાં કહ્યું હતું.
પેટ્રોલ અને ડીઝલનો વધારો થવાનું નામ નથી લઈ રહ્યો. આજે સતત સાતમા દિવસે મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં 59-61 પૈસા અને ડીઝલના ભાવમાં 50-60 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આજની કિંમતોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 74.57 રૂપિયાથી વધીને 75.16 રૂપિયા થયો છે, જ્યારે ડીઝલની કિંમત 72.81 રૂપિયાથી વધીને 73.39 રૂપિયા થઈ ગઈ છે. આખા વિશ્વમાં સૌથી વધું વેરા ભારતના પેટ્રોલ પર લેવાય છે, તેથી હવે શાકભાજી અને ગૃહીણોના ખર્ચને ખોરવી નાંખશે.
કોલકાતા, મુંબઇ અને ચેન્નઈમાં એક લિટર પેટ્રોલની કિંમત અનુક્રમે 77.05, 82.10 અને 78.99 છે. આ સિવાય, જ્યારે આ શહેરોમાં ડીઝલની વાત કરવામાં આવે છે, ત્યારે આ મહાનગરોના ભાવ અનુક્રમે 69.23, 72.03 અને 71.64 છે.
છેલ્લા 2 અઠવાડિયામાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટર દીઠ આશરે 5 રૂપિયાનો વધારો થયો છે.