નવી દિલ્હી તા.3 : કેશલેસ ચૂકવણી અને ઓનલાઈન બૈંકિગની જાહેરાત પાછળ સરકારે કરોડો ખર્ચી નાંખ્યા છે. સરકારે નોટબેન બાદ ડિજીટલ પેમેન્ટના પ્રચાર માટે રૂા. 94 કરોડ ખર્ચી નાંખ્યા છે.માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે રાજ્યસભામાં ગુરૂવારે લેખિતમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામા કરેલા ખર્ચા અંગે માહિતી આપી હતી.
9મી નવેમ્બર 2016 થી 25 જાન્યુઆરી 2017 સુધીમાં જાહેરાત પાછળ ડીએવીપીએ 14.95 કરોડની ચુકવણી કરી છે. ડીએવીપીમાં છાપાઓને કેશલેસ ચુકવણી કરવામાં આવી હતી.ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડિજિટલ પેમેન્ટની ઝુંબેશ ચલાવવા માટે સરકારી કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. લોકો સરળતાથી ડિજિટલ પેમેન્ટ ચુકવી શકે એ માટે સરકારે BHIM એપ લોન્ચ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દરેક કાર્યક્રમ માં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની વાત કરતા હતા.ડિજિટલ પેમેન્ટની જાગરૂતતા માટે અને નકલી નોટોનું ચલણ ઘટાડી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપાવ સરકારે કુલ રૂા. 93,93,28,566 ખર્ચ્યા છે.