ઉત્તરપ્રદેશ તા.28 : ભાજપ ના અધ્યક્ષ અમિત શાહ એ આજે ઉત્તરપ્રદેશ ની ચૂંટણી માટે ચૂંટણી ઢાંઢેરો બહાર પડ્યો હતો.ચૂંટણી નું ઘોષણાપાત્ર જાહેર કરતા ની સાથે તેમને ઘણી યોજનાઓ ને પણ આકર્ષણ નું સ્વરૂપ આપ્યું હતું.સાથે તેમને રામમંદિર ફરી બનાવવાની વાત પણ કહી છે.વધુમાં શાહે કહ્યુ હતુ કે ચુટણીના પરીણામ પાર્ટીના પક્ષમાં આવશે બહુમતીથી ભાજપની સરકાર બનશે. યુપીને પ્રગતીશીલ રાજ્ય બનાવવું છે. તેમણે કહ્યુ હતું કે 1 વર્ષ સુધી યુપીમાં લેપટોપ સાથે યુવાઓને 1 જીબી ડેટા મફત અપાશે.
સાથે તેમને જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ માં કાયદા નું અમલીકરણ વધુ મજબૂતાઈ થી કરવાની જરૂર છે,લોકો ના માટે માનવું છે કે સમાજવાદી પાર્ટી માં પડેલી ફૂટ પછી ભાજપ ને ઉત્તરપ્રદેશ માં પગ મુકવામાં સરળતા હાંસેલ થાય તેમ છે.
અમિતશાહ ના આજ ના સંબોધન ની હાઇલાઇટ્સ.
:- ટ્રિપલ તલાક ના મુદ્દા પર મહિલા ના સન્માન ની જો વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ પેહલા અમારી પાર્ટી એ તેના પર મંતવ્ય આપ્યું હતું.
:- બે છોકરા (રાહુલ-અખિલેશ) અત્યારે ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમાં ના એક એ દેશ ને લૂંટ્યો જયારે એક એ રાજ્ય ને લુંટ્યું છે.
:- અમે રામમંદિર ના નિર્માણ માટે પૂરતા પ્રયાશો કરીશું.
:- અમે ઉત્તરપ્રદેશ ની મહિલા ને પૂછવા માંગ્યે છે કે તે શું ઈચ્છે છે અને તેમની સલામતી માટે અમે પૂરતા પ્રયાશો કરીશું.
:- અમારી પાર્ટી ઉત્તરપ્રદેશ માં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરશે,24 કલ્લાક વીજળી આપશે તેમજ ગરીબો માટે ભાવ દર નીચો રાખવામાં આવશે.
:- કોમવાદ ના ઝઘડા ને લઇ કેટલા લોકો પલાયન થાય છે તેની જાણકારી મેળવવા માટે અમારી પાર્ટી માંથી એક ટિમ ની રચના કરવામાં આવશે.
:- ભારતીય કાયદા ને અનુસરી ને ભાજપ રામમંદિર નું નિર્માણ કરશે
:- ઉત્તરપ્રદેશ માં કિશોરી ની સલામતી ને લઇ એક ટિમ ની રચના કરવામાં આવશે જે તેમને ગુંડા તત્વો થી સલામતી આપવાનું જ કામ કરશે.
:- માત્ર 45 દિવસ માં જ બધા ગુંડા જેલ ના સળિયા પાછળ હશે.
:- લાયક વિદ્યાર્થીઓને 500 રૂપિયા સુધી ની સ્કોલરશીપ મળશે.
:- ઉત્તરપ્રદેશ ની જાણતા હાલાંકી ને લઇ અખિલેશ યાદવ ને જવાબ આપવો પડશે ગુંડાતત્વો એ રાજ્ય ની જમીન પચાવી પાડી છે.માત્ર ગઠબંધન કરી ને રાજ્ય ના લોકો ને છેત્રી નહિ શકાય.
:- 15 વર્ષ થી એસપી અને બીએસપી એ ઉત્તરપ્રદેશ માં સાસન કર્યું પરંતુ ઉત્તરપ્રદેશ ની હાલત માં કોઈ સુધારો આવ્યો નથી.
:- માત્ર વિકાસ થી જ ઉત્તરપ્રદેશ ની તમામ સમસ્યા નો અંત આવી જશે.
:- મજુર વર્ગ ને 2 લાખ સુધી જીવન વીમા મળશે અને તમામ કતલ ખાના ને બંધ કરવામાં આવશે.
:- ઉત્તરપ્રદેશ ની 90 % નૌકરી પર સ્થાનિક લોકો નો હક છે અને અમે તેમને જ આપીશું.