રશિયાના વોરોનેઝ મિલિટરી બેઝ પર એક સૈનિકે પોતાના સાથી જવાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા એક વ્યક્તિ ઘાયલ થયા હતા. આ ઘટના મોસ્કોથી 490 કિલોમીટર દૂર આવેલા વોરોનેઝ શહેરના એક મિલિટરી બેઝ પર બની હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કુહાડીથી સજ્જ એક સૈનિકે લોકોના એક જૂથ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેણે ઓટોમેટિક રાઇફલથી લોકો પર ફાયરિંગ શરૂ કર્યું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.