રાજસ્થાનના નાગૌર કોર્ટ બહાર જ શૂટરોએ ગેંગસ્ટર સંદીપ બિશ્નોઈને પોલીસની સામેજ ગોળી મારી ઢીમ ઢળી દીધું હતું.
સંદીપ નાગૌર જેલમાં જ બંધ હતો નાગૌર પોલીસ બપોરે ગેંગસ્ટર સંદીપને લઈને કોર્ટ પહોંચી હતી.
આ દરમિયાન કારમાં આવેલા શૂટરોએ ગેંગસ્ટર સંદીપને ગોળી મારી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળીબાર કરનારાઓ હરિયાણાના હતા. બદમાશોએ 9 વાગ્યાની આસપાસ ગોળીબાર કર્યો હતો. તમામ શૂટર્સ બ્લેક કલરની સ્કોર્પિયોમાં આવ્યા હતા.
સંદીપ હરિયાણાનો કુખ્યાત ગેંગસ્ટર અને સોપારી કિલર હતો. તે સેઠી ગેંગ સાથે સંકળાયેલો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે દારૂની હેરાફેરી અને હત્યાકેસમાં સામેલ હતો. તેણે નાગૌરમાં એક વેપારીની પણ હત્યા કરી હતી.