અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારાગુજરાતમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે રાજ્યમાં પાંચ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ભારે ઠંડા પવનો ફૂંકાશે . જેથી જનજીવન પર વ્યાપક અસર પડશે.રાજ્યમાં ભારે ઠંડા પવનો ફૂંકાશે, પાંચ દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી. ગુજરાતીઓ ભારે ઠંડીના કારણે ઠૂંઠવાયા હતા.
ગુજરાતીઓ ભારે ઠંડીના કારણે ઠૂંઠવાયા
રાજ્યમાં ઠંડા પવન ફૂંકાતા અમદાવાદમાં કોલ્ડવેવની અસર જોવા મળી છે. ઠંડા પવનના કારણે ઠંડીનું જોર વધ્યુ છે. જેથી જનજીવન પર અસર પડી. તો બીજી તરફ લોકો ઠંડીથી બચવા ગરમ કપડાનો સહારો લેતા જોવા મળ્યા.