રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબીયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. ત્યાર બાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. અને ઓક્સિજીન ઉપર રાખવામાં આવ્યા છે. નૃત્ય ગોપાલ દાલ અત્યારે મથુરા માં જ છે. આગ્રાના સીએમઓ અને તમામ ડોક્ટર નૃત્ય ગોપાલ દાસના ઇલાજ માટે પહોંચ્યા છે.
