રાહુલ ગાંધી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે
વોશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કો બાદ રાહુલ ગાંધી ન્યૂયોર્ક પહોંચ્યા ત્યારે તેઓએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ-યુએસએ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે કર્ણાટકમાં એ કરી બતાવ્યું છે કે, અમે ભાજપને હરાવી શકીએ છીએ. ભાજપને ફક્ત હરાવ્યું એટલું જ નહીં, તેને ધૂળ ચાટતું કરી દીધુ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ‘કર્ણાટક ચૂંટણીમાં ભાજપે જીતવા માટે તમામ કોશિશ કરી કારણ કે તેઓ પાસે મીડિયા, અમારા કરતા 10 ગણા પૈસા, એજન્સીઓ હતી પરંતુ તેમ છતાં અમે તેમને હરાવી દીધા. હું કહેવા માંગુ છું કે, હવે અમે તેમને તેલંગાણાની ચૂંટણીમાં પણ હરાવીશું.
કોંગ્રેસે કર્ણાટકમાં બીજેપીને હરાવ્યું તે જ રીતે તેલંગાણા અને અન્ય રાજ્યોમાં બીજેપીને હરાવશે
રાહુલ ગાંધીએ કહ્યુ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, માત્ર કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવશે એવું નથી પરંતુ ભારતની જનતા, મધ્યપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને છત્તીસગઢના લોકો જ ભાજપને હરાવશે.