રાહુલ ગાંધી લોકસભા સભ્યપદ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે જાહેરનામું બહાર પાડ્યું છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધી માટે લોકસભાની સદસ્યતા પરત મેળવવાના દરવાજા ખુલી ગયા છે. માર્ચ 2023માં સ્પીકર ઓમ બિરલાએ તેમને લોકસભામાંથી ગેરલાયક ઠેરવ્યા હતા.
રાહુલ ગાંધી લોકસભા સભ્યપદ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે જાહેરનામું બહાર પાડ્યું છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધી માટે લોકસભાની સદસ્યતા પરત મેળવવાના દરવાજા ખુલી ગયા છે.
લોકસભા સચિવાલયની સૂચના જારી
જણાવી દઈએ કે, ‘મોદી’ સરનેમ રિમાર્ક કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેમની સજા પર રોક લગાવ્યા બાદ લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરી હતી. માર્ચ 2023માં તેમને નીચલા ગૃહમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.