સરકારે પેન્શનરોને લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની બાબતમાં મોટી રાહત આપી છે. હવે પેન્શનરો ઘરે પોતાના જીવન પ્રમાણપત્રો જમા કરાવી શકે છે. કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયના જણાવ્યા અનુસાર પોસ્ટમેન મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. કોરોના વાયરસની વર્તમાન મહામારીને જોતાં પેન્શનરો માટે આ એક મોટી રાહત છે, કારણ કે હવે તેઓ ઘરે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે.
પેન્શનરો માટે આ સમય છે કે તેઓ પોતાનું લાઇફ સર્ટિફિકેટ રજૂ કરે. જોકે, લાઇફ સર્ટિફિકેટ ઓફલાઇન જમા કરાવવાની તારીખ 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે છે. જોકે, લાઇફ સર્ટિફિકેટ ઓનલાઇન મારફતે એક વર્ષમાં ગમે ત્યારે જમા કરાવી
પેન્શનરો તેમના નજીકના સીએસસી સેન્ટરમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. આ ઉપરાંત, પેન્શનરો તેમની બેંક શાખા અને ઉમંગ એપ પર લાઇફ સર્ટિફિકેટ પણ જમા કરાવી શકે છે. પેન્શનરોએ જીવન પ્રમાણપત્રો જમા કરાવવા પડે છે જેથી તેમને સમયસર પેન્શન મળે. લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની તારીખથી એક વર્ષ માટે માન્ય છે.
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ હેઠળ પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (ડીઓપીપીડબલ્યુ) પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટને પ્રોત્સાહન આપીને પેન્શનરોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.